આજે બંધ થશે કેદારનાથ ધામના કપાટ, હવે ઓમકારેશ્વર મંદિરમાં થશે ‘બાબા’ના દર્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kedarnath Temple Close: ચારધામોમાંથી એક પવિત્ર કેદારનાથ ધામના કપાટ આજથી એટલે કે 15મી નવેમ્બર (ભાઈબીજ)થી આવતા 6 મહિના માટે બંધ થઈ રહ્યા છે. આ સાથે આજે પદયાત્રામાં બાબા કેદારનાથની ડોલી રામપુર અને ત્યારબાદ આવતીકાલે ગુપ્તકાશી અને 17 નવેમ્બર 2023ના રોજ ઓમકારેશ્વર મંદિર પહોંચશે. જ્યા બાબા કેદરનાથ બિરાજમાન થશે. અહીં શિયાળા દરમિયાન લગભગ 6 મહિના સુધી બાબા કેદારનાથની પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવશે.

જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવે છે નિર્ણય

કેદારનાથ ધામના પૂજારીઓના જણાવ્યા અનુસાર, મંદિરના કપાટ ખોલવા અને બંધ કરવાનો નિર્ણય જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવે છે. કેદારનાથ મંદિરના કપાટ ખોલવાનો નિર્ણય અક્ષય તૃતીયાના દિવસે લેવામાં આવે છે. પછી પંચાંગ જોઈને શુભ તિથિ પર વિચાર કર્યા બાદ તારીખની જાહેરાત મહાશિવરાત્રીના પવિત્ર દિવસે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2023માં કેદારનાથ મંદિરના કપાટ 25 એપ્રિલે ખુલ્યા હતા.

ગંગોત્રી મંદિરના કપાટ પણ થયા બંધ

મંગળવારે એટલે કે 14 નવેમ્બર 2023ના રોજ અન્નકૂટ પૂજા થયા પછી સવારે 11.45 કલાકે ગંગોત્રી મંદિરના કપાટ પણ શિયાળા માટે બંધ કરી દેવામાં આવ્યા. જે બાદ માં ગંગાની ડોલી મુખીમઠ મુખબા માટે રવાના થઈ હતી. આ ક્રમમાં આજે એટલે કે 15 નવેમ્બરે માં ગંગાની ડોલી મુખબા પહોંચશે. જે બાદ શ્રદ્ધાળુઓ હવે આગામી 6 મહિના સુધી મુખીમઠમાં જ માં ગંગાના દર્શન કરી શકશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, બદ્રીનાથ ધામના કપાટ 18 નવેમ્બરે બંધ થઈ જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT