VIDEO : કેદારનાથ મંદિરની પાછળ તૂટ્યો બરફનો પહાડ, લોકોના શ્વાસ થયા અધ્ધરતાલ

ADVERTISEMENT

kedarnath Avalanche
કેદારનાથ નજીક હિમસ્ખલન
social share
google news

Kedarnath Glacier Video : રવિવારે સવારે કેદારનાથ મંદિરની પાછળની પહાડીઓમાં ફરી એકવાર હિમપ્રપાત થયો હતો. કહેવાય છે કે સવારે 5.06 વાગ્યે ગાંધી સરોવરની ઉપરના પર્વત પરથી હિમસ્ખલન થયું હતું. જેના કારણે લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના જ્યારે બની ત્યારે કેદારનાથ મંદિર પાસે કોઈએ તેને કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી. અહીં બરફથી ઢંકાયેલો પહાડ અચાનક તૂટી પડતો સ્પષ્ટ જોઈ શકાય છે. હિમાચ્છાદિત પર્વતમાં તિરાડ પડવાને કારણે ત્યાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. બધાની નજર પહાડ પર ટકેલી હતી. પરંતુ આ પર્વત પર હિમસ્ખલન થવાની કોઈ નવી વાત નથી. અહીં સમયાંતરે હિમપ્રપાત આવતા રહે છે.

ડુંગર પરથી બરફ નીચે આવ્યો હતો : કેદારનાથ સેક્ટર ઓફિસર

કેદારનાથના સેક્ટર ઓફિસરનું કહેવું છે કે આ બરફીલા પહાડી પર સમયાંતરે હિમપ્રપાત આવતા રહે છે. કેદારનાથ ધામની પાછળ આવેલી બરફની ટેકરી પર રવિવારે સવારે લગભગ 5 વાગ્યે હિમપ્રપાત થયો હતો. ડુંગર પરથી બરફ ઘણો નીચે આવ્યો. ટેકરી પર બરફના ધુમાડા ઉડવા લાગ્યા. આ પછી કેદાનગરીમાં હલચલ મચી ગઈ હતી. આ હિમપ્રપાત લાંબા સમય સુધી આવતો રહ્યો.

કોઈ જાનહાની થઈ નથી : વિશાખા ભદાને

આ ઘટના વિશે માહિતી આપતા રુદ્રપ્રયાગના SSP ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી. અહીં કેદારનાથમાં ગાંધી સરોવરની ઉપર હિમસ્ખલનનો મામલો સામે આવ્યો છે. અપડેટ આપતાં તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાની કે માલને નુકસાન થયું નથી.

ADVERTISEMENT

હિમસ્ખલન શું હોય છે?

ઊંચાઈ પર સ્થિત પર્વતો મોટાભાગના વિસ્તારોમાં બરફથી ઢંકાયેલા રહે છે. ઘણી વખત વિવિધ કારણોસર પહાડો પર ઢંકાયેલો બરફ અચાનક ઝડપથી નીચેની તરફ પડવા લાગે છે. આ ઘટનાને હિમપ્રપાત અથવા હિમસ્ખલન કહેવામાં આવે છે. આ દરમિયાન ઝડપથી બરફ પડવાને કારણે જોરદાર અવાજ પણ આવે છે. ઘણી વખત આવી ઘટનાઓમાં લોકોના દબાઈ જવાથી મોત થાય છે.

આ મહિનાના પહેલા અઠવાડિયામાં 6 લાખ ભક્તોએ કર્યા દર્શન

તમને જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં કેદારનાથ આવતા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પહેલા અઠવાડિયામાં લગભગ 6 લાખ ભક્તો અહીં પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. આ અંગે માહિતી આપતા રુદ્રપ્રયાગ જિલ્લાના મેજિસ્ટ્રેટે જણાવ્યું કે, 10 મેથી અત્યાર સુધીમાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ 11મા જ્યોતિર્લિંગના દર્શન કરવા આવ્યા છે.

ADVERTISEMENT

વૈજ્ઞાનિક ટીમે હિમાલયના ક્ષેત્રમાં આ ઘટનાઓને સામાન્ય ગણાવી

સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2022માં પણ અહીં ત્રણ વખત હિમપ્રપાત થયો હતો. ત્યારે 2023માં મે અને જૂનમાં ચૌરાબાડી નજીક આવેલા કમ્પેનિયન ગ્લેશિયરમાં હિમપ્રપાતની પાંચ ઘટનાઓ નોંધવામાં આવી હતી. ત્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ અને વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિકોએ આ વિસ્તારનું પાર્થિવ અને હવાઈ સર્વે કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે વૈજ્ઞાનિક ટીમે હિમાલયના ક્ષેત્રમાં આ ઘટનાઓને સામાન્ય ગણાવી હતી, પરંતુ કેદારનાથ મંદિર વિસ્તારમાં સુરક્ષાને વધુ બહેતર બનાવવા પર ભાર મૂક્યો હતો.

ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં સીએમ ધામીના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિકારીઓને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે સંકલન કરીને ચારધામ યાત્રા દરમિયાન વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન ધામીએ સૂચના આપી હતી અને કહ્યું હતું કે યાત્રા દરમિયાન સ્થળ પર જ વ્યવસ્થાનું નિરીક્ષણ કરો અને જો કોઈ ખામી જણાય તો તેનું નિરાકરણ કરો.

2013માં આવ્યું હતું ભયંકર પૂર

2013માં કેદારનાથમાં વાદળ ફાટવાના કારણે ભારે પૂર આવ્યું હતું. આ પૂરમાં ત્યાંની તમામ વસ્તુઓ નાશ પામી હતી. મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા. લાંબા સમય બાદ કેદારનાથ ધામમાં જનજીવન સામાન્ય થઈ ગયું છે. આવી સ્થિતિમાં જ્યારે ઉપરની પહાડી પરથી બરફનું તોફાન નીચે આવી રહ્યું હતું ત્યારે ફરી એકવાર લોકોના શ્વાસ થંભી ગયા હતા. 

    follow whatsapp

    ADVERTISEMENT