કર્ણાટકનો કકળાટ: હવે દલિતો-મુસ્લિમોએ પણ કહ્યું અમારા કારણે જીત્યા માટે CM અમારા બનાવો

ADVERTISEMENT

gujarattak
social share
google news

બેંગ્લુરૂ : લિંગાયત સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી અખિલ ભારતીય વીરશૈવ મહાસભાનું કહેવું છે કે તેમના સમુદાયનો મુખ્ય પ્રધાન હોવો જોઈએ. સંગઠને કહ્યું કે, કોંગ્રેસમાંથી 34 લિંગાયત ધારાસભ્યો જીત્યા છે, તેથી અમને તક મળવી જોઈએ. કર્ણાટક ચૂંટણી ભલે કોંગ્રેસ જીતી ગઈ હોય, પરંતુ સીએમ નક્કી કરવું તેના માટે એક સૌથી મોટો પડકાર બની ગયું છે. એક તરફ ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે મૂંઝવણ છે તો બીજી તરફ કેટલાક અન્ય જૂથોએ સીએમ પદ માટે દાવો કર્યો છે. લિંગાયત સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી અખિલ ભારતીય વીરશૈવ મહાસભાનું કહેવું છે કે તેમના સમુદાયનો મુખ્ય પ્રધાન હોવો જોઈએ. સંગઠને કહ્યું કે કોંગ્રેસમાંથી 34 લિંગાયત ધારાસભ્યો જીત્યા છે, આવી સ્થિતિમાં સમુદાયને મુખ્યમંત્રીના રૂપમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. આ વખતે કોંગ્રેસની જીત પાછળ લિંગાયત મતો મુખ્ય પરિબળ હોવાનું માનવામાં આવે છે.

લિંગાયતો ભાજપના પરંપરાગત મતદારો માનવામાં આવે છે. જો કે તેઓ કોંગ્રેસ તરફ વળવાથી આખુ ચિત્ર જ બદલાઇ ગયું હતું. કર્ણાટકમાં લિંગાયત અને વોક્કાલિગા સમુદાયોની નોંધપાત્ર વસ્તી છે. દરમિયાન દલિત સમાજ વતી એવી માંગણી પણ કરવામાં આવી છે કે તેમના નેતા જી. ઇશ્વરપ્પાને જ મુખ્યમંત્રી બનાવવા જોઈએ. તુમકુરમાં એક પ્રદર્શનમાં લોકોએ ‘દલિતને જ મુખ્યમંત્રી બનાવવો જોઈએ’ એવા પોસ્ટર લઈને જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ પ્રદર્શન પણ જી. ઇશ્વરપ્પાની ઉશ્કેરણી પર જ થયું છે. જો કે કોંગ્રેસ માટે પહેલા બે જ વ્યક્તિ પડકાર હતી હવે ધીરે ધીરે પડકાર મોટો થઇ રહ્યો છે. કોંગ્રેસમાં સીએમ બનવા માટેની હરીફાઈ વધી ગઈ છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં અખિલ ભારતીય વીરશૈવ મહાસભાએ કહ્યું કે, કોંગ્રેસે લિંગાયતોને 46 ટિકિટ આપી અને 34 જીત્યા. લિંગાયતોના ઘણા મોટા નેતાઓ આ સંગઠન સાથે જોડાયેલા છે. તેના અધ્યક્ષ એસ. શિવશંકરપ્પા, જે કર્ણાટકના સૌથી વૃદ્ધ ધારાસભ્ય છે. આ વખતે તેઓ દાવણગેરે બેઠક પરથી જીત્યા છે. સંગઠને પત્રમાં કહ્યું, ‘અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમે અમારા સમાજના મતોથી મોટી જીત મેળવી છે. અમારા સમાજે લગભગ 50 બેઠકો જીતવા અને હારવામાં તેની ભૂમિકા નક્કી કરી છે. આ દર્શાવે છે કે ભાજપના પરંપરાગત મતદારો કોંગ્રેસ તરફ તેમની વફાદારી બદલી ચૂક્યા છે. આ જ કારણ છે કે આ વખતે કોંગ્રેસને 134 બેઠકો મળી છે.

ADVERTISEMENT

કોંગ્રેસને ચેતવણી, સીએમ નહીં બનાવો તો 2024માં દેખાડી દઇશું
કર્ણાટકમાં કુલ વસ્તીના 17 ટકા લિંગાયતો છે. 100 બેઠકો પર તેમની અસર જોવા મળી છે અને આ જ કારણ છે કે મોટાભાગની પાર્ટીઓ લિંગાયત નેતાઓને પ્રોત્સાહન આપે છે. સીએમની માંગણી કરતી વખતે લિંગાયત સંગઠને એમ પણ કહ્યું છે કે કોંગ્રેસે ધ્યાનમાં રાખવું જોઈએ કે જો અમને મુખ્યમંત્રી નહીં મળે તો તેની અસર સામાન્ય ચૂંટણીમાં જોવા મળશે. એટલા માટે અમારી માંગ છે કે લિંગાયત સમુદાયના કોઈ નેતાને જ સીએમ બનાવવામાં આવે. લિંગાયતો પરંપરાગત રીતે ભાજપના સમર્થક માનવામાં આવે છે, જ્યારે વોક્કાલિગાઓએ કોંગ્રેસનો પક્ષ લીધો છે.

    follow whatsapp

    ADVERTISEMENT