કર્ણાટક CMનો થશે ફેંસલો, ધારાસભ્ય દળની બેઠકઃ સુશીલ કુમાર શિંદે બનશે ઓબ્ઝર્વર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. પાર્ટીએ રાજ્યમાં 224 વિધાનસભા બેઠકોમાં 135 બેઠકો જીતી છે. હવે કર્ણાટકના નવા સીએમને લઈને કોંગ્રેસ પાર્ટીમાં મંથન શરૂ થઈ ગયું છે. હાલમાં કર્ણાટકના સીએમ પદની રેસમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર આગળ ચાલી રહ્યા છે. ડીકે શિવકુમાર કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ છે, જ્યારે પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને કર્ણાટકના મોટા નેતા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે બેમાંથી કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ સાબિત થઈ શકે છે.

કર્ણાટકના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે કોંગ્રેસે આજે (14 મે) સાંજે વિધાનમંડળ પક્ષની બેઠક બોલાવી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે આજે સાંજે 6.30 વાગ્યે બેંગલુરુની હોટેલ શાંગરી-લામાં કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાંથી જે પણ પરિણામ આવશે તે અંગે હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવશે. આ પ્રક્રિયા બાદ જ મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

અમરેલીઃ પતિના હાર્ટ એટેકથી મૃત્યુને પત્ની પણ સહન ના કરી શકી, પ્રેમ લગ્નના મહિનાઓમાં જ બંનેની સાથે અંતિમયાત્રા

સુશીલ કુમાર શિંદે ઓબ્ઝર્વર
કર્ણાટકના મુખ્યમંત્રીના નામનો નિર્ણ કરવા માટે કોંગ્રેસ સુશીલ કુમાર શિંદેને કર્ણાટકના ઓબ્ઝર્વર બનાવશે. ત્યાં જ 2થી ત્રણ દિવસમાં સીએમના નામ પર મહોર લાગી જશે. સૂત્રો મુજબ આજે સાંજે થનારી ધારાસભ્ય દળની બેઠકમાં સીએમના નામ પર મહોર લાગી જશે. તમામ ધારાસભ્યો આ વાત પર સહમત થશે કે સીએનું નામ હાઈ કમાન્ડ જ કરશે. જોકે તે પહેલા સિદ્ધારામૈયાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મિટિંગ કરી હતી. જોકે તે અંગે ખડગેના પુત્ર પ્રિયાંકની ચોખવટ આવી ગઈ છે. પ્રિયાંકે કહ્યું કે બંને વચ્ચે સામાન્ય મુલાકાત હતી, રાજનીતિને કોઈ લેવા દેવા નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT