Karnataka election: કર્ણાટક ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી, 189 ઉમેદવારોને ટિકિટ મળી
નવી દિલ્હી : કર્ણાટક ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી બહાર આવી છે. કુલ 189 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટક ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી…
ADVERTISEMENT
નવી દિલ્હી : કર્ણાટક ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી બહાર આવી છે. કુલ 189 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટક ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી બહાર આવી છે. કુલ 189 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે લાંબા મંથન અને ઘણા ફેરફારો કર્યા બાદ આ યાદી બહાર પાડી છે. આ વખતે નવી પેઢીને તક આપવામાં આવી છે, ઘણી બેઠકો પર પ્રયોગ અંતર્ગત મોટા રાજકીય દાવ લગાવવામાં આવ્યા છે.
The Central Election Committee of the BJP has decided the names of 189 candidates, in the first list, for the ensuing general elections to the legislative assembly of Karnataka. (2/2) pic.twitter.com/tDaGEzcWuy
— BJP (@BJP4India) April 11, 2023
કર્ણાટક ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી બહાર આવી છે. કુલ 189 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. લાંબા મંથન અને અનેક ઝઘડા બાદ ભાજપે આ યાદી બહાર પાડી છે. આ વખતે નવી પેઢીને તક આપવામાં આવી છે, ઘણી બેઠકો પર પ્રયોગ અંતર્ગત મોટા રાજકીય દાવ લગાવવામાં આવ્યા છે.મોટી વાત એ છે કે ભાજપે પોતાની પ્રથમ યાદી દ્વારા 8 મહિલાઓ, 32 OBC, 30 SC, 16 ST, 5 વકીલો, 9 ડોક્ટરોને તક આપવામાં આવી છે.
ADVERTISEMENT
વાસ્તવમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક દરમિયાન જ ભાર મૂક્યો હતો કે, નવા ચહેરાઓને તક આપવી જરૂરી છે, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કલંકિત નેતાઓથી અંતર જાળવવું પડશે અને પરિવારવાદને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. હવે એ સલાહ બાદ જ લિસ્ટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જે યાદી બહાર આવી છે તે મુજબ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને ફરી એકવાર શિગગાંવથી ટિકિટ આપવામાં આવી છે. એ જ રીતે આર અશોકને કનકપુરથી ટિકિટ આપવામાં આવી છે.
The Central Election Committee of the BJP has decided the names of 189 candidates, in the first list, for the ensuing general elections to the legislative assembly of Karnataka. (1/2) pic.twitter.com/RhGFuhCWwS
— BJP (@BJP4India) April 11, 2023
ADVERTISEMENT
તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમાર સાથે ટક્કર કરવાના છે. આ વખતે ચન્નાપટનામાં પાર્ટીએ પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી સામે સીપી યોગેશ્વરને મેદાનમાં ઉતાર્યા છે. ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ પણ કાપવામાં આવી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડીને અથાણીથી ટિકિટ આપવામાં આવી નથી. ચૂંટણી પ્રક્રિયા વિશે વાત કરીએ તો, 13 એપ્રિલથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે અને 20 એપ્રિલ સુધી નોમિનેશન કરી શકાશે. 10 મેના રોજ મતદાન થશે અને 13 મેના રોજ જનતાનો જનાદેશ આવશે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. પાર્ટીએ તમામ સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમની તરફથી ઉમેદવારોની યાદી પણ બહાર પાડવામાં આવી છે. કોંગ્રેસે પણ યાદી જાહેર કરી છે.
ADVERTISEMENT
ભાજપની યાદીમાં ઉડીને આંખે વળગે તેવી બાબત…
1. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભાજપની 189 ઉમેદવારોની પહેલી યાદીમાં 52 નવા ચહેરા
2. યાદીમાં આઠ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યા
3. પાર્ટી મહાસચિવ અરૂણ સિંહના અનુસાર ભાજપે 32 ઓબીસી, 30 અનુસુચિત જાતી (SC) 16 અનુસૂચિત જનજાતિ(ST) ઉમેદવારોને સ્થાન આપ્યું છે.
4. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ શિવગાંવથી ચૂંટણી લડશે.
5. 225 સભ્યો ધરાવતી કર્ણાટક વિધાનસભા માટે 10 મેના રોજ મતદાન થશે. 13 મેના રોજ પરિણામ જાહેર થશે.
ADVERTISEMENT