Kangana Ranaut News : કંગનાને લાફો મારવા મામલે થયો મોટો ખુલાસો, સામે આવ્યો ઘટનાનો વીડિયો

ADVERTISEMENT

Kangana Ranaut
કંગના રણૌત
social share
google news

Kangana Ranaut News : ચંડીગઢ એરપોર્ટ પર સિક્યોરિટી ચેક ઈન બાદ કંગના રણૌત જ્યારે બોર્ડિંગ માટે જઈ રહી હતી, આ દરમિયાન LCT કુલવિંદર કૌરે (CISF યૂનિટ ચંડીગઢ એરપોર્ટ) તેમને લાફો ઝીંકી દીધો હતો. આ મામલે આરોપી CISF કર્મીને કસ્ટડીમાં લેવાઈ છે. ત્યારે હવે ચંડીગઢ એરપોર્ટ પર ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રણૌત (Kangana Ranaut Slapped) સાથે ગેરવર્તન મામલે નવો ખુલાસો થયો છે. લાફો મારનારી CISFની આરોપી જવાનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં CISFની મહિલા કર્મચારી કહી રહી છે કે, તે ખેડૂત આંદોલનને લઈને આપેલા કંગના રણૌતના જૂના નિવેદનોથી નાખુશ હતી.

જે વીડિયો સામે આવ્યો છે, તેમાં CISFની આ જવાન કહેતી જોવા મળી રહી છે કે, 'તે બોલી હતી કે ખેડૂતો આંદોલનમાં 100-100 રૂપિયામાં મહિલાઓ બેસતી હતી. ત્યાં મારી મા પણ હતી.'

હું સુરક્ષિત છું... : કંગના રણૌત

ADVERTISEMENT

ભાજપ સાંસદ અને એક્ટ્રેસ કંગના રણૌતે આ મામલે કહ્યું કે, 'હું સુરક્ષિત છું. આજે ચંડીગઢ એરપોર્ટ પર જે બનાવ બન્યો તે સિક્યોરિટી ચેકની સાથે બન્યો. હું સિક્યોરિટી ચેક બાદ આગળ નીકળી તો બીજા કેબિનમાં જે CISFની મહિલા કર્મચારી હતી, તેમણે મારા આગળ આવવાની રાહ જોઈ, બાદમાં સાઈડથી આવીને મને હિટ કરી અને ગાળો પણ આપી. મેં તેમને પૂછ્યું કે તેમણે આવું શા માટે કર્યું, ત્યારે તેમણે કહ્યું કે, તે કિસાન આંદોલનને સપોર્ટ કરે છે. મારી વાત છે કે જે આતંકવાદ અને ઉગ્રવાદને પંજાબમાં પ્રોત્સાહન આપી રહ્યા છે, તેમને કેવી રીતે હેન્ડલ કરાઈ રહ્યા છે.'

 

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT