મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ પુત્ર પણ ભાજપમાં જોડાશે! કોંગ્રેસને ચૂંટણી પહેલા વધુ એક ઝટકો

ADVERTISEMENT

કમલનાથ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ!
madhya pradesh
social share
google news

MP Politics: લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી કોંગ્રેસને સતત એક બાદ એક ઝટકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં મધ્યપ્રદેશથી સમાચાર મળી રહ્યા છે કે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. 

કમલનાથ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ!

છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કમલનાથ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કમલનાથ તેમના પુત્ર નકુલ નાથના રાજકીય ભવિષ્યને લઈને ચિંતિત છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મધ્ય પ્રદેશમાં માત્ર એક જ સીટ મળી હતી જે કમલનાથના ગઢ છિંદવાડામાંથી હતી, જ્યાં તેમના પુત્ર નકુલ નાથ સખત સંઘર્ષ બાદ જીત મેળવી હતી. હવે રાજકીય નિષ્ણાતો દ્વારા એવી અટકળો લાગવામાં આવી રહી છે કે ભાજપ આ સીટ પર પણ કબજો કરી શકે છે.

પિતા-પુત્રની જોડીએ ભાજપમાં જોડાવા અંગે કોઈ નિવેદન આપ્યું નથી

મધ્યપ્રદેશ બીજેપીના પ્રવક્તા અને કમલનાથના પૂર્વ મીડિયા સલાહકાર નરેન્દ્ર સલુજાએ કમલનાથ-નકુલનાથનો ફોટો પોસ્ટ કરીને 'જય શ્રી રામ' લખ્યું, ત્યાર બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે,  કમલનાથ કે નકુલનાથ ભાજપમાં જઈ રહ્યા છે. જો કે, કમલનાથ કે નકુલનાથ તરફથી ભાજપમાં જોડાવા અંગે કોઈ નિવેદન આવ્યું નથી અને ન તો તેઓએ હજુ સુધી તેનો ઈન્કાર કર્યો છે. દરમિયાન, પિતા-પુત્રની જોડી દિલ્હી પહોંચી છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT