તમિલનાડુના શિક્ષણ મંત્રીને 3 વર્ષની જેલ, HCએ પત્નીને પણ ફટકાર્યો દંડ; જાણો કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Tamil Nadu Higher Education Minister K Ponmudy Imprisonment: મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુના શિક્ષણ મંત્રી કે. પોનમુડી (K Ponmudy)ને ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. તેમને આ સજા આવક કરતા વધુ સંપત્તિના કેસમાં સંભળાવવામાં આવી છે.

પત્નીને પણ કોર્ટે ફટકાર્યો દંડ

આ સિવાય કોર્ટે પોનમુડી અને તેમની પત્ની પી વિશાલાચી પર 50-50 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. 2016માં નીચલી અદાલતે પોનમુડીને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.

પરિવાર ચલાવે છે શૈક્ષણિક સંસ્થાઓ

જો કે, અત્યારે કે.પોનમુડી (K Ponmudy)ની પાસે રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગનો પોર્ટફોલિયો છે, તેથી હાઈકોર્ટે તેમની સજા 30 દિવસ માટે સ્થગિત મુલતવી રાખી છે. તમને જણાવી દઈએ કે, કે.પોનમુડી (K Ponmudy)નો પરિવાર શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે.

ADVERTISEMENT

EDએ થોડા દિવસ અગાઉ કરી હતી પૂછપરછ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ જુલાઈમાં પોનમુડી અને તેમના પુત્ર ગોથમ સિગમાનીની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ 2011ના એક મની લોન્ડરિંગના કેસમાં થઈ હતી, જે કથિત રીતે ગેરકાયદેસર રેતી ખનન સાથે સંકળાયેલો હતો.

EDએ લગાવ્યો હતો આ આરોપ

EDએ આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2006થી 2011ની વચ્ચે જ્યારે કે. પોનમુડી ખાણ અને ખનીજ મંત્રી હતા, ત્યારે તેમણે તમિલનાડું માઈનર મિનરલ કન્સેશન એક્ટનું ઉલ્લંઘન કર્યું હતું.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT