જે.પી નડ્ડા પુજા કરી રહ્યા હતા અને લાગી આગ, મહારાષ્ટ્રના અનેક નેતાઓને સુરક્ષીત રીતે બહાર કઢાયા
Maharashtra News : પુણેમાં એક ગણેશ પંડાલમાં મંગળવારે સાંજે અચાનક આગ લાગી ગઇ હતી. જ્યાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાર્ટીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેની સાથે…
ADVERTISEMENT
Maharashtra News : પુણેમાં એક ગણેશ પંડાલમાં મંગળવારે સાંજે અચાનક આગ લાગી ગઇ હતી. જ્યાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાર્ટીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેની સાથે પુજા કરી રહ્યા હતા.
Pune News મહારાષ્ટ્ર (Maharashtra) ના પુણે (Pune) માં એક ગણેશ પંડાલમાં મગંળવારે સાંજે આગ લાગી ગઇ હતી. જ્યાં ભાજપ (BJP) અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) પાર્ટીના મહારાષ્ટ્ર એકમ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલે (Chandrashekhar Bawankule) સાથે પુજા કરી રહ્યા હતા. ઘટના સ્થળના વીડિયોમાં લોકમાન્ય નગર વિસ્તારમાં ભગવાન ગણેશના અસ્થાયી પંડાલના ઉપરના હિસ્સામાં આગ લાગેલી જોઇ શકાય છે, ત્યાર બાદ નડ્ડાને સકુશળ કાર્યક્રમમાંથી બહાર કાઢી લેવાયા હતા. ઘટનામાં કોઇ વ્યક્તિને કોઇ પણ પ્રકારનું નુકસાન નથી પહોંચ્યું.
ADVERTISEMENT
ફટાકડા ફોડવા દરમિયાન આગ લાગ્યાની આશંકા
ફાયર વિભાગના અધિકારીએ કહ્યું કે, આશંકા છે કે સાને ગુરૂજી ગણેશ મિત્ર મંડળ દ્વારા સ્થાપિત પંડાલમાં ફટાકડા ફોડવા દરમિયાન કોઇ તણખાને કારણે આગ લાગી ગઇ હતી. પુણે શહેરના ભાજપ અધ્યક્ષ ધીરજ ધારે અને સુરક્ષા કર્મચારીઓએ નડ્ડાને પંડાલમાંથી સુરક્ષીત બહાર કાઢી લીધા હતા. આગ લાગતાની સાથે જ વરસાદ શરૂ થઇ ગયો હતો. જેના કારણે આગ આપોઆપ કાબુમાં આવી ગઇ હતી.
ADVERTISEMENT