Gaza War: ‘આ મોટી ભૂલ હશે’, પહેલા સપોર્ટ કર્યા બાદ હવે ઈઝરાયલને કેમ વોર્નિંગ આપી રહ્યા છે બાઈડન?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Isreal-Gaza War: હમાસ સાથેના યુદ્ધમાં અમેરિકા ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના કબજાને સમર્થન આપતા નથી. તેમણે કહ્યું કે જો ઈઝરાયેલ ગાઝા પર કબજો જમાવી લે તો તે મોટી ભૂલ હશે. જો કે, બાઇડને કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે હમાસનો સંપૂર્ણ નાશ થાય, કારણ કે હમાસ તમામ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી.

હકીકતમાં, બાઇડનને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, શું તે આ સમયે ગાઝા પર ઇઝરાયેલના કબજાને સમર્થન આપશે? તેના પર બાઇડને કહ્યું, મને લાગે છે કે આ એક મોટી ભૂલ હશે. જુઓ, મારા મતે, ગાઝામાં જે બન્યું તેના માટે હમાસ જવાબદાર છે. હમાસ તમામ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી અને મને લાગે છે કે ગાઝા પર ફરીથી કબજો કરવો ઇઝરાયેલ માટે ભૂલ હશે. અમે ઉગ્રવાદી હમાસ અને હિઝબુલ્લાહને બહાર કાઢવા માટે અંદર જઈ રહ્યા છીએ. આ એક મહત્વપૂર્ણ પગલું છે.

જ્યારે બાઇડનને પૂછવામાં આવ્યું કે, શું તેઓ માને છે કે હમાસનો સંપૂર્ણ નાશ થવો જોઈએ? આના પર તેમણે કહ્યું, હા પણ પેલેસ્ટાઈન ઓથોરિટીની જરૂર છે. પેલેસ્ટિનિયન રાજ્ય માટે એક માર્ગ જરૂરી છે.

ADVERTISEMENT

ગાઝામાં અત્યાર સુધીમાં 2670ના મોત

હકીકતમાં, હમાસે 7 ઓક્ટોબરે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલ પર હુમલો કરીને બધાને ચોંકાવી દીધા હતા. હમાસ દ્વારા હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા. એટલું જ નહીં હમાસના લડવૈયાઓ હવાઈ, દરિયાઈ અને સરહદ દ્વારા ઈઝરાયેલની સરહદમાં ઘૂસી ગયા હતા અને નાગરિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈઝરાયેલમાં 1300 લોકોના મોત થયા છે. જેમાં 29 અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, હમાસે સેંકડો લોકોને બંધક પણ બનાવ્યા હતા. ત્યારથી, ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના લક્ષ્યો પર હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 2670 લોકોના મોત થયા છે. 9,600 લોકો ઘાયલ થયા છે. હમાસના ઘણા કમાન્ડરો પણ માર્યા ગયા છે.

હમાસના હુમલા બાદ બાઇડને ઈઝરાયેલને સમર્થન જાહેર કર્યું છે. એટલું જ નહીં અમેરિકાએ ઈઝરાયેલના સમર્થનમાં પોતાના યુદ્ધ જહાજો અને વિમાનો પણ તૈનાત કર્યા છે. અમેરિકાએ ઈરાન સહિત અન્ય દેશોને પણ આમાં ભાગ ન લેવાની સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. જો કે, હવે બાઇડને ગાઝા પટ્ટી પર કબજો ન કરવાનું કહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT