મની લોન્ડરિંગ: ED કાર્યવાહી કરશે તો ઝારખંડના મુખ્યમંત્રી શું કરશે? હેમંત સોરેનનો આ છે પ્લાન
Hemant Soren: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને જમીનના સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ સાતમી વખત સમન્સ પાઠવ્યું છે, પરંતુ તેઓ કેન્દ્રીય એજન્સીની સમક્ષ હાજર…
ADVERTISEMENT
Hemant Soren: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને જમીનના સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ સાતમી વખત સમન્સ પાઠવ્યું છે, પરંતુ તેઓ કેન્દ્રીય એજન્સીની સમક્ષ હાજર થઈ રહ્યા નથી. બીજી તરફ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે EDની કાર્યવાહી બાદ હેમંત સોરેન તેમની પત્નીને મુખ્યમંત્રી બનાવવાનું વિચારી રહ્યા છે. જોકે, તેમણે આવા દાવાઓને ફગાવી દીધા છે.
ધરપકડ થશે તો પત્ની બનશે મુખ્યમંત્રી
કહેવામાં આવી રહ્યું છે કે હવે ઝારખંડમાં પણ મુખ્યમંત્રી પતિની ધરપકડ બાદ પત્ની મુખ્યમંત્રી બનશે. EDએ હેમંત સોરેનને 7 વખત સમન્સ મોકલ્યા છે, પરંતુ તેઓ હાજર થયા નથી. હવે ED તેમની સામે એક્શન પણ લઈ શકે છે. હેમંત સોરેનની પત્નીનું નામ કલ્પના સોરેન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેમની ધરપકડ થશે તો કલ્પના સોરેન જ મુખ્યમંત્રી બનશે.
આવું કેમ કહેવામાં આવી રહ્યું છે?
આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે મંગળવારે ઝારખંડની રાજનીતિમાં ત્રણ મોટા ઘટનાક્રમ થયા. પ્રથમ, હેમંત સોરેને સીલબંધ પરબિડીયામાં EDને પોતાનો જવાબ મોકલ્યો છે. બીજું, ઝારખંડ સરકારમાં સામેલ ઘટક પક્ષોની એક મહત્વપૂર્ણ બેઠક આજે બોલાવવામાં આવી છે અને ત્રીજું, EDએ આગળની કાર્યવાહી માટે તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સોરેન સરકાર માટે આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ADVERTISEMENT
હેમંત સોરેને બનાવ્યો છે આ પ્લાન!
જો ED સમન્સનું પાલન ન કરવા બદલ કાર્યવાહી કરે છે, તો હેમંત સોરેને આ માટે તેમનો પ્લાન બનાવી લીધો છે. કલ્પના સોરેનને ખુરશી ટ્રાન્સફર કરવાનો રોડમેપ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડિસેમ્બરના અંતિમ દિવસોમાં જ્યારે હેમંત સોરેનને EDનું સાતમું સમન્સ મળ્યું, તે જ સમયે હેમંત સોરેને આગળની રણનીતિ બનાવી, રણનીતિના ભાગરૂપે પાર્ટીના સિનિયર ધારાસભ્ય ડૉ.સરફરાઝ અહેમદ પાસે રાજીનામું અપાવ્યું, સરફરાઝ ઝારખંડની ગાંડેય વિધાનસભામાંથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ સીટ સુરક્ષિત છે, જો હેમંત સોરેનની ધરપકડ થશે તો કલ્પના સોરેન પહેલા સીએમ બનશે અને પછી ગાંડેય સીટ પરથી ચૂંટણી લડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT