જેઠાણીએ દેરાણીના પ્રાઇવેટ પાર્ટમાં મરચાની ભુકી નાખી, પોલીથીન લઇને કરી નાખ્યો મોટો કાંડ

ADVERTISEMENT

Devrani and jethani
Devrani and jethani
social share
google news

જોધપુર : રાજસ્થાનના જોધપુરમાં ઘરના ઝગડાનો એક ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં દેરાણી અને જેઠાણી એક બીજાના જીવના ભુખ્યા બન્યા હતા. જેઠાણીએ દેરણીને સબક શીખવવા માટે તેના પ્રાઇવેટ પાર્ટમાં લીલા અને લાલ મરચાનો પાઉડર નાખી દીધો હતો. એટલું જ નહી સળગતી પોલિથિન દેરાણીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઘા કર્યા હતા.

પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી

પીડિતે આ ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પોલીસે આરોપી જેઠાણી અને તેના પુત્ર વિરુદ્ધ ગેંગરેપની ધારાઓમાં મામલે નોંધ્યો છે. આ મામલે બોરાનાડા પોલીસ સ્ટેશન અધિકારી દેવીચંદ ઢાકાએ જણાવ્યું કે, સોમવારે આરોપી જેઠાણીની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેને જેલ મોકલી દેવામાં આવ્યા તેના કિશોર પુત્રને બાલ સુધારણાગૃહ ખાતે મોકલવામાં આવ્યા છે.

જેઠાણી અને દેરાણીના પ્રાઇવેટ પાર્ટમાં લાલ મરચુ નાખ્યું

એસીપી બોરાનાડા નરેન્દ્ર સિંહ દેવડાએ જણાવ્યું કે, બંન્ને મહિલાઓ આસપાસ રહે છે. બંન્નેના ઘરેથી 200 મીટરના અંતરે છે. બંન્નેના પતિ ગોવામાં કામ કરે છે. કોઇ મુદ્દે તેમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે દેરાણી-જેઠાણીના ઘરે ગયા હતા. થોડા સમય બાદ જેઠાણી પોતાના 15 વર્ષના પુત્રને લઇને દેરાણીના ઘરે પહોંચી. દરવાજો ખખડાવ્યો તો બાળકોએ ખોલ્યો અને જણાવ્યું કે, માં સુઇ રહી છે.

ADVERTISEMENT

પોલીસે આરોપી મહિલા અને તેના પુત્રની ધરપકડ કરી

ત્યાર બાદ 15 વર્ષના ભત્રીજાએ કાકીને પકડી અને જેઠાણીએ લાલ અને લીલા મરચાનો પાઉનડર દેરાણીના પ્રાઇવેટ પાર્ટમાં નાખી દીધો. ત્યાર બાદ પોલિથિન સળગાવીને તેના શરીર પર દાગ પણ કરી દીધા હતા. ત્યાર બાદ તેઓ જોર જોરથી બુમો પાડવા લાગ્યા અને બંન્ને તેને નગ્ન અવસ્થામાં તેને છોડીને ફરાર થઇ ગયા હતા. આડોશી પાડોશીના લોકોએ તેણે હોસ્પિટલ પહોંચાડ્યા અને પોલીસને માહિતી આપી. પોલીસે પીડિતની ફરિયાદ બંન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી અને આ મામલે તપાસ કરી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT