JEE Main 2024ની પરીક્ષા આજથી શરૂ, આ દિવસે આવી શકે છે પરિણામ; વાંચો સંપૂર્ણ વિગતો
JEE Main 2024: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની JEE મેઇન્સ 2024 બીજા તબક્કાની પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજથી શરૂ થઈ છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
JEE મેઇન્સ 2024 બીજા તબક્કાની પરીક્ષા શરૂ
15 લાખ વિદ્યાર્થીઓ આપશે આ પરીક્ષા
એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે લેવામાં આવે છે પરીક્ષા
JEE Main 2024: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની JEE મેઇન્સ 2024 બીજા તબક્કાની પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજથી શરૂ થઈ છે. પરીક્ષા 4, 5, 6, 8 અને 9 એપ્રિલે યોજાશે. JEE મેઇન્સ (JEE Main 2024)એપ્રિલ સત્રની પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. પેપર-1ની પ્રથમ શિફ્ટની પરીક્ષા સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી અને બીજી શિફ્ટની પરીક્ષા બપોરે 3થી 6 વાગ્યા સુધી લેવાશે. આપને જણાવી દઈએ કે, દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે આ પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. દેશભરમાં 15 લાખ વિદ્યાર્થીઓ આજથી પરીક્ષા આપશે.
જાણો ક્યારે યોજાશે પેપર-2ની પરીક્ષા
પેપર-2ની પરીક્ષા પ્રથમ શિફ્ટમાં સવારે 9:30થી 12:30 વાગ્યા સુધી અને બીજી શિફ્ટની પરીક્ષા બપોરે 3થી 6 વાગ્યા સુધી લેવાશે. JEE મેઇન્સ (JEE Main 2024)માં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેન્ટરનો ગેટ અડધો કલાક પહેલા બંધ કરી દેવામાં આવશે.
જાન્યુઆરીમાં લેવાઈ હતી પહેલા તબક્કાની પરીક્ષા
JEEની પહેલા તબક્કાની પરીક્ષા 24મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી લેવામાં આવી હતી. જે બાદ આજથી બીજા તબક્કાની પરીક્ષા સવાર અને બપોર એમ બે પાળીમાં લેવામાં આવી રહી છે. બંને પરીક્ષા પૈકી જે પરીક્ષામાં વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પરિણામ આવે તે માન્ય રાખવામાં આવશે.
ADVERTISEMENT
નિર્ધારિત તારીખ પહેલા આવી શકે છે પરિણામ
અત્રે ઉલ્લેખનીય છે કે, જેઈઈ મેઇન્સનું પરિણામ ઓલ ઈન્ડિયા રેન્કની સાથે 25મી એપ્રિલે પ્રસ્તાવિત છે. જ્યારે એડવાન્સની રજિસ્ટ્રેશન પ્રક્રિયા 21 એપ્રિલથી શરૂ થશે. તેથી અટકળો લગાવવામાં આવી રહી છે કે JEE મેઇન્સનું પરિણામ નિર્ધારિત તારીખ પહેલા પણ પ્રકાશિત થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT