JDU અધ્યક્ષ પદેથી રાજીનામું આપી શકે છે લલનસિંહ, Nitish Kumar ફરી સંભાળશે પાર્ટીની કમાન?
જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લલન સિંહ 29 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાનારી પાર્ટીની રાષ્ટ્રીય…
ADVERTISEMENT
જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લલન સિંહ 29 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાનારી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં રાજીનામું આપશે. રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં નીતિશ કુમાર ફરી એકવાર પાર્ટી અધ્યક્ષ પદનો હવાલો સંભાળશે.
હજુ સત્તાવાર થઈ નથી પુષ્ટિ
લલન સિંહના રાજીનામાના સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભાની ચૂંટણી પહેલા બનેલા વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનમાં JDU પણ સામેલ છે. ગઠબંધન પક્ષોની વચ્ચે સીટોની વહેંચણી, નેતાઓની વચ્ચે વાતચીત સહિતની ઘણી એવી જવાબદારીઓ છે જે લલન સિંહને સોંપવામાં આવી શકે છે. એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો લલનસિંહને રાષ્ટ્રીય રાજકારણમાં સંપૂર્ણ રીતે એક્ટિવ કરી શકાય છે. તેને જોતા તેમણે પોતે જ રાજીનામું આપવાની ઓફર કરી છે.
નીતિશ કુમાર બની શકે છે પાર્ટી અધ્યક્ષ
એવા પણ સમાચાર છે કે લલન સિંહના રાજીનામા બાદ નીતિશ કુમાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી પોતાની પાસે રાખી શકે છે. જો રામનાથ ઠાકુર સહિત કોઈપણ મોટા નેતાને અધ્યક્ષ બનાવવામાં આવે તો પાર્ટીના નેતાઓમાં અંદરોઅંદર વિરોધાભાસ જોવા મળી શકે છે. એટલા માટે માનવામાં આવે છે કે નીતીશ કુમાર પાર્ટી અધ્યક્ષ પદ પોતાની પાસે રાખી શકે છે.
ADVERTISEMENT
2021માં અધ્યક્ષ બન્યા હતા લલનસિંહ
જુલાઈ 2021માં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લલન સિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં કેન્દ્રમાં નીતિશ ક્વોટામાંથી મંત્રી બનેલા આરસીપી સિંહે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ લલન સિંહને પાર્ટીની જવાબદારી મળી હતી. અગાઉ એવી અટકળો હતી કે લલન સિંહને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવશે, પરંતુ આરસીપી સિંહ બાજી મારી ગયા હતા.
ADVERTISEMENT