જયેશ રાદડિયાનો AAP પર આરોપ, કહ્યું હજુ સત્તામાં નથી ત્યાં ઉદ્યોગપતિઓ પાસે ખંડણીઓ માગે છે
રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત સભાઓ ગજાવી રહી…
ADVERTISEMENT

રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત સભાઓ ગજાવી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત ગેરેન્ટી આપી રહી છે. આ દરમિયાન એક કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, હજુ સત્તામાં નથી ત્યાં ઉદ્યોગપતિઓ પાસે ખંડણીઓ માગે છે.
AAPની ગેરેન્ટી ક્યાં લેવા જાશો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સતત સભાઓ યોજી રહી છે અને સતત ચર્ચામાં છે ત્યારે ધારાસભ્ય જયેશ રદડિયાની આગેવાની હેઠળ જેતપુર સહકારી સંઘ અને વીરપુર જૂથ સેવા સહકારી મંડળીની શિબિર યોજાય હતી. આ શિબિરમાં જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર આકાર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, બે મહિનાની અંદર ચૂંટણીઓ આવી રહી છે. અને એવા લોકો નિકળા છે. ચૂંટણી પછી કોઈ દેખાતું નથી. 5 વર્ષમાં કોઈ દેખાતું નથી. હમણાં હાવરણા વાળા આવ્યા છે. આમ આદમી પાર્ટી તો ગરેન્ટી કાર્ડ આપે છે. પણ આમ આદમી પાર્ટીની ગેરેન્ટી ક્યાં લેવા જાશો તમે. અમે અહી બેઠા છીએ તો અમારા આગેવાનો અમારી ગેરેન્ટી છે.
સત્તામાં આવે તો સુરક્ષાનું શું?
આમ આદમી પાર્ટીમાં એવી ટોળી ભેગી થઈ છે. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે આપડો. ભાજપ કે કોંગ્રેસે ખંડણી માટે ફોન કર્યો એવું બન્યું નથી. આમ આદમી પાર્ટી કારખાના વાળાને ફોન કરે છે કે 10 લાખ મોકલો. હજી સત્તા શું છે એ જોયું નથી અને ખંડણીના ફોન કરે છે તો સત્તામાં આવી જાય તો આપણી સુરક્ષાનું શું.
ADVERTISEMENT
મારાથી સારું નેતૃત્વ મળે ત્યારે નીચે બેસવાની તૈયારી
ધારાસભ્ય જયેશ રાદડિયાએ નેતૃત્વ અંગે કહ્યું કે, રાજનીતિમાં મરાથી વિશેષ ધારાસભ્ય તમને જેતપુર જામકંડોરણામાં મળે ત્યારે મને ના પાડી દેજો . નીચે બેસવાની તૈયારી છે મારી. ત્યારે કહીશ બીજાને તક આપો મારે નથી લડવી ચૂંટણી. અમે પરિવારનો સબંધ નિભાવવાના પ્રયાસ કર્યા છે. 2017ની ચૂંટણી મારા માટે અઘરી હતી. વિઠ્ઠલભાઈ બીમાર હતા. મારા માટે અનેક મુશ્કેલી અહી કામ કરતી હતી. એક વખત આ કુટુંબને પાડી દ્યો તો અહીથી રાજકારણ પૂરું થાય. આવા કેટલાય પ્રયત્નો કરતાં હતા. 2017 મને જેતપુર જામકંડોરણાએ 25 હજારની લીડ આપી છે.
વિથ ઈનપુટ: નિલેશ શીશાંગીયા
ADVERTISEMENT
ADVERTISEMENT