BREAKING: અયોધ્યા રામ મંદિરમાં ગોળી વાગતા જવાનનું મોતઃ હત્યા કે આત્મહત્યા? પોલીસ કરી રહી છે તપાસ
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં તૈનાત સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના એક જવાનનું શંકાસ્પદ હાલતમાં ગોળી વાગતાં મોત થયું છે.
ADVERTISEMENT
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષામાં તૈનાત સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના એક જવાનનું શંકાસ્પદ હાલતમાં ગોળી વાગતાં મોત થયું છે. ગોળી કેવી રીતે વાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. માહિતી મળતાં જ આઈજી-એસએસપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
આજે સવારે બની હતી ઘટના
ઘટના બુધવારે સવારે 5.25 વાગ્યાની આસપાસ બની હતી. આ જવાનનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા છે અને તેમની ઉંમર 25 વર્ષ છે. તેઓ આંબેડકર નગરના રહેવાસી હતા. ત્રણ મહિના પછી આ બીજો મામલો છે જ્યારે બંદૂકની ગોળી વાગવાથી કોઈ જવાનનું મોત થયું હોય.
જવાનને લઈ જવાયા હોસ્પિટલમાં
મીડિયા રિપોર્ટ અનુસાર, ગોળીનો અવાજ સાંભળીને અન્ય સાથીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયું કે જવાનને ગોળી વાગી હતી અને તેઓ લોહીથી લથપથ પડ્યા હતા. તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પર હાજર તબીબોએ જવાનને મૃત જાહેર કર્યા હતા. સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના જવાનના મોત બાદ મંદિર વિસ્તારમાં હડકંપ મળી ગયો.
ADVERTISEMENT
મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો
આઈજી અને એસએસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે. ઘટના સ્થળની સઘન તપાસ કરવામાં આવી હતી. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ બાદ તેને આત્મહત્યાનો મામલો જણાવવામાં આવી રહ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
2019ની બેચના હતા શત્રુઘ્ન વિશ્વકર્મા
શત્રુઘ્ન વિશ્વકર્મા વર્ષ 2019 બેચના હતા. તેઓ આંબેડકર નગરના સન્માનપુર પોલીસ સ્ટેશનના કાજપુરા ગામના રહેવાસી હતા. તેઓ SSFમાં પોસ્ટેડ હતા. અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે SSF ફોર્સની રચના કરવામાં આવી છે. પોલીસે આ ઘટના અંગે જવાનના પરિવારને જાણ કરી છે
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT