જમાઈને થયો માસીજી સાથે પ્રેમ, અડધી રાતે પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યો, પછી બન્યું એવું કે જાણીને હચમચી જશો

ADVERTISEMENT

gujarattak
social share
google news

બિહારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બિહારના જમુઈમાં ગ્રામજનોએ ત્રણ બાળકોના બાપને પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતા રંગે હાથ ઝડપી લીધો હતો. બાદમાં ખબર પડી કે પ્રેમિકા બીજુ કોઈ નહીં પણ યુવકની માસીજી છે. જે બાદ આ અંગેની જાણ યુવકની પત્નીને કરવામાં આવતા પત્નીએ પતિને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

માસીજી પર આવી ગયું હતું દિલ

ખરેખર, બિહારના જમુઈમાં એક શખ્સનું દિલ તેની જ માસીજી પર આવી ગયું હતું. બીજી બાજુ માસીજી પણ જમાઈને દિલ આપી બેઠા હતા. જે બાદ બંનેની વચ્ચે અફેર શરૂ થયું હતું. બંને અંધારામાં ગુપચુપ રીતે મળવા લાગ્યા હતા. પરંતુ જ્યારે તેમના અફેરની જાણ યુવકની પત્નીન થઈ ત્યારે તેણે ગ્રામજનોની સાથે મળીને પતિને લમધારી નાખ્યો હતો.

પત્નીએ ઝાડ સાથે બાંધીને પતિને માર્યો

આ મામલો લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાલા ગામનો છે. જ્યાં ગ્રામજનોએ બાઘામાના રહેવાસી સુનિલ કુમાર યાદવ નામના યુવકને તેની પ્રેમિકા સાથે અંધારામાં રંગરેલીયા માનવતા ઝડપી લીધો હતો. જ્યારે ખબર પડી કે સુનીલની પ્રેમિકા બીજું કોઈ નહીં પણ તેની માસીજી છે, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ગ્રામજનોએ આ અંગે સુનીલની પત્નીને જાણ કરતા પત્નીએ ત્યાં પહોંચીને પતિને ઢોર માર માર્યો હતો. તેણે ગ્રામજનોની મદદથી પતિને ઝાડ સાથે બાંધી દીધો. પછી બરાબરમાં માર માર્યો હતો.

ADVERTISEMENT

 

વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ

તમને જણાવી દઈએ કે, સુનિલને પણ ત્રણ બાળકો છે. આમ છતાં તેનું તેની માસીજી સાથે અફેર ચાલતું હતું. જ્યારે સુનિલને તેની પત્નીએ માર માર્ય ત્યારે કેટલાક લોકોએ તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે અને તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT