જામનગરઃ નદીઓ બની ગાંડીતુર, વેણુ નદીએ તોડી ફેંક્યો બ્રિજ- Video
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ દે ધના ધન બેટિંગ શરૂ કરી છે. ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર પંથકમાં પણ બારે મેઘ ખાંગા…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ દે ધના ધન બેટિંગ શરૂ કરી છે. ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર પંથકમાં પણ બારે મેઘ ખાંગા થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને તાલુકાઓના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની છે. તો ગામડાઓમાં ચો તરફ પાણી જ પાણી ના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
ડેમના દરવાજા ખોલતા અહ્લાદક દ્રશ્ય સર્જાયા
જામનગર જિલ્લાના લાલપુર અને જામજોધપુરમાં મેઘરાજાએ જમાવટ કરી છે.જામજોધપુરમાં છેલ્લા 2 કલાક(4 થી 6)માં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. અને દિવસ ભરનો કુલ 7 ઇંચ વરસાદ વરસ્યો છે. તો બીજી બાજુ લાલપુરમાં છેલ્લા 2 કલાક (4 થી 6)માં 2 ઇંચ અને દિવસ ભરનો પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુર અને લાલપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ચો તરફ પાણી જ પાણી ન દ્રશ્યો સર્જાયા છે. તેમજ જામજોધપુરનો કોટડા બાવીસી ડેમ ઓવરફ્લો થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. અને ડેમના દરવાજા ખોલાતા આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે.
પોરબંદર શહેરમાં વરસાદ વચ્ચે દીપડો આવી ચઢતા ભારે ફફડાટ- Video
વેણુ નદીના વહેણે તોડી ફેંક્યો બ્રિજ
તેમજ નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. અને ડેમ નજીક ન જવા સૂચના આપવામાં આવી છેજિલ્લાના લાલપુરની વાત કરવામાં આવે તો લાલપુરમાં બારે મેઘ ખાંગા થયા છે. લાલપુરની ઢાંઢર નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ઢાંઢર નદી બે કાંઠે તેમજ નદીમાં ઘોડાપુર આવ્યા છે. જેમાં બે કાર નદીના ભારે વહેણમાં તણાઈ છે. જ્યારે જિલ્લાના જામજોધપુરમાં સાર્વત્રિક મેઘ મહેરથી નદીઓ, ચેકડેમ નવા નિરથી ભરાયા છે.જામજોધપુરના સીદસરની વેણુ નદી ગાંડીતુર બની છે. અને વેણુ નદીના ભારે વહેણને પગલે જૂનો પુલ થયો ધરાશાયી થયો છે. આ જર્જરિત જૂનો પુલ ધરાશાયી થયાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. જો કે પુલ પરની અવર જવર બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાની નહીં થયાનું જાણવા મળી રહ્યું છે. આમ, જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકામાં મેઘ રાજાની ભારે બેટિંગને લઈને જિલ્લાના જળાશયો, નદીઓ, ચેકડેમોમાં નવા નિરની આવક થઈ છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગોઠણ સમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT