J&K માં 8 કલાકની અંદર બીજો આતંકવાદી હૂમલો, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઘાયલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જમ્મુ : કાશ્મીરના અનંતનાગ ખાતે બિજબેહરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે બપોરે આતંકવાદીઓ દ્વારા પોલીસ અને સીઆરપીએફની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ઘાયલ પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. છેલ્લા 8 કલાકમાં આ બીજી આતંકવાદી હૂમલાની ઘટના છે.

કાશ્મીર પોલીસે પોતાનાં ટ્વીટર હે્ડલ પર આ અંગે માહિતી આપી છે. પોલીસે ટ્વીટ કર્યું કે, અનંતનાગના બિજબેહાર વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ-સીઆરપીએફની સંયુક્ત નાકા પાર્ટી પર ફાયરિંગ કર્યું હતું. આ આતંકવાદી ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થઇ ગયો હતો જેને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. આ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચપાર્ટી દ્વારા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર બિજબેહરામાં આતંકવાદીઓના ફાયરિંગમાં બિજબેહરા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઘાયલ થયા છે. બિજબેહરામાં ડ્યૂટી કરી રહ્યા હતા. તેમને એચડીએચ બિજબેહરામાં રિફર કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, ખીણ વિસ્તારમાં સતત ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહી છે. શુક્રવારે સવારે બિહારના બાંદીપોરના અજસ તાલુકામાં સદુનારા ગામમાં આતંકવાદીએ એક પ્રવાસી મજૂરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતકની ઓળખ મોહમ્મદ જલીલના પુત્ર મોહમ્મદ અમરેજ તરીકે થઇ છે. 10 મહિનામાં 7 લોકોની હત્યા થઇ ચુકી છે. હાલ તો પ્રવાસી મજૂરો અને બિન મુસ્લિમ લોકોમાં આ બાબતે ભારે ખોફ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT