જમ્મુ કાશ્મીર: પુંછમાં ત્રણ નાગરિકોનાં મોતનો મામલો, સેનાએ બ્રિગેડિયર કમાન્ડર પર એક્શન

ADVERTISEMENT

Army action on Jammu kashmir
Army action on Jammu kashmir
social share
google news
  • ત્રણ નાગરિકોનાં મોત મામલે સેનાના બ્રિગેડિયર સ્તરની તપાસ
  • રાષ્ટ્રીય રાઇફલ્સના બ્રિગેડિયર કમાન્ડરને અધિકારીએ એટેચ કર્યા છે
  • પુંછમાં થયેલા ત્રણ નાગરિકોના મોત મામલે બ્રિગેડિયર સ્તરની તપાસ શરૂ

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પુંછમાં થયેલા ત્રણ નાગરિકોનાં મોત મામલે સેનાના બ્રિગેડિયર સ્તરના એક અધિકારી પર એક્શન લીધી છે. ભારતીય સેનાના સુત્રો અનુસાર 13 સેક્ટર રાષ્ટ્રીય રાઇફલ્સના બ્રિગેડિયર કમાન્ડરને એટેચ કર્યા છે. આ મામલે તપાસ બાદ આ એક્શન લીધું છે.

પુંછમાં થયેલા ત્રણ નાગરિકોના મોત મામલે બ્રિગેડિયર સ્તરની તપાસ

જમ્મુ કાશ્મીરનાં પુંછમાં થયેલા ત્રણ નાગરિકોનાં મોતના મામલે સેનાના બ્રિગેડિયર સ્તરના એક અધિકારી પર તપાસ બેસાડી દીધી છે. સાથે જ તેમના પર એક્શન લેતા તેમને એટેચ કરી દીધા છે. ભારતીય સેનાના સુત્રો અનુસાર 13 સેક્ટર રાષ્ટ્રીય રાઇફલ્સના બ્રિગેડિયર કમાન્ડરને એટેચ કરવામાં આવ્યા છે. સાથે જ એટેચ કરવામાં આવેલા અધિકારીના ક્ષેત્રમાં થયેલા આતંકવાદી હુમલામાં જવાનોએ શહીદ થવાની ઘટનાઓની પણ તપાસ કરવામાં આવશે.

આ હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા

રાજોરી-પુંછ સેક્ટરમાં ઘાત લગાવીને સેનાના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ચાર જવાન શહીદ થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર ત્યાર બાદ હુમલા સંબંધિત પુછપરછ માટે ત્રણેય નાગરિકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ ત્રણેય નાગરિકો બાદ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે અંગે સેનાએ તપાસના આદેશ આપ્યા હતા. તપાસ શરૂ થતાની સાથે જ બ્રિગેડિયર કમાન્ડર પર પહેલી એક્શન લેવામાં આવી છે.

ADVERTISEMENT

21 ડિસેમ્બરે થયો હતો આતંકવાદી હુમલો

અત્રે ઉલ્લેખનીય છે કે, 21 ડિસેમ્બરની સાંજે આશરે 4 વાગ્યે રાજોરી/પુંછના સુરનકોટ ઉપખંડમાં ડેરાની ગલી અને બુફલિયાજની વચ્ચે ગાઢ વન ક્ષેત્રોમાં દાનાર સવાનિયા મોડ પર આતંકવાદીઓએ ઘાત લગાવીને સેનાના બે વાહન પર હુમલો કરી દીધો હતો, જેમાં 4 જવાન શહીદ થઇ ગયા અને ત્રણ ઘાયલ છે. હુમલાની ઝપટે ચડેલા સેનાના વાહન એક ઓપરેશન માટે જઇ રહ્યા હતા, જે વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિના રિપોર્ટ બાદ ગુરૂવારે સવારે શરૂ કરવામાં આવ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT