Jammu-Kashmir: સિદરાના એક ઘરમાં 6 મૃતદેહો મળતા ચકચાર; મૃતકોમાં મહિલા અને બાળક પણ સામેલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જમ્મુ-કાશ્મીરઃ જમ્મુના સિદરા વિસ્તારમાં એક જ પરિવારના છ સભ્યોનાં મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે આ તમામ મૃતદેહો ઘરમાંથી મળી આવ્યા છે. એટલું જ નહીં મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે પોલીસને આ ઘટના અંગે જાણ થતા તાત્કાલિક નિવાસસ્થાને પહોંચી ગઈ હતી. અત્યારે મૃતદેહોને કબજે કરી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

2 દીકરી અને 1 દીકરાના મૃતદેહ મળ્યા
પોલીસના જણાવ્યા પ્રમાણે એક જ પરિવારના 6 સભ્યોનાં મૃતદેહો બે ઘરમાંથી મળી આવ્યા છે. નોંધનીય છે કે શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થયું હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મૃતકોની ઓળખ સકીના બેગમ, તેમની 2 દીકરીઓ નસીમા અખ્તર અને રૂબીના તથા દીકરો સલીમ તથા 2 સંબંધીઓ તરીકે કરવામાં આવી છે.

અલગ અલગ ઘરમાંથી મળ્યા મૃતદેહો
સિદરા વિસ્તારમાં એક ઘરમાંથી 2 મૃતદેહો જ્યારે બીજા ઘરમાંથી 4 મૃતદેહો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે આ તમામ મૃતદેહોને અત્યારે સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલી દીધા છે. હવે ઘટનાને કેવી રીતે અંજામ અપાયો છે એ મુદ્દે પોલીસે તજવીજ શરૂ કરી દીધી છે. જોકે અત્યારસુધી મૃત્યુંનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોસ્ટમોર્ટમ પછી તમામ ઘટનાક્રમ સ્પષ્ટ થઈ જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT