Big News: અર્જુન એવોર્ડથી સન્માનિત પંજાબના DSPની ગોળી મારીને હત્યા, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
Punjab DSP Murder: પંજાબના જલંધરના સંગરુરમાં ફરજ બજાવતા DSPનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. DSP દલબીર સિંહનો મૃતદેહ સોમવારે બસ્તી બાવા…
ADVERTISEMENT
Punjab DSP Murder: પંજાબના જલંધરના સંગરુરમાં ફરજ બજાવતા DSPનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. DSP દલબીર સિંહનો મૃતદેહ સોમવારે બસ્તી બાવા ખેલ કેનાલ પાસે રસ્તા પર મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસ અગાઉ જલંધરના એક ગામમાં DSP દલબીર સિંહનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ પણ કર્યું હતું. પરંતુ બીજા દિવસે જ તેમણે ગ્રામજનો સાથે સમાધાન કરી લીધું હતું.
DSPની સર્વિસ રિવોલ્વર પણ ગાયબ
ADCP બલવિંદર સિંહ રંધાવાએ જણાવ્યું કે અમને કોઈએ ફોન કરીને જાણ કરી હતી કે બસ્તી બાવા ખેલ કેનાલ પાસે કોઈની લાશ પડી છે. જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે આ મૃતદેહ DSP દલબીર સિંહનો છે. જેઓ સંગરુરમાં ફરજ બજાવતા હતા. તેમના માથામાં પણ ઈજા થઈ હતી. પંજાબ પોલીસને પહેલા એવું લાગી રહ્યું હતું કે અકસ્માતમાં દલબીર સિંહનું મૃત્યુ થયું છે, પરંતુ પોસ્ટમોર્ટમમાં DSPના ગળામાં એક ગોળી ફસાયેલી જોવા મળી છે. સાથે જ DSPની સર્વિસ રિવોલ્વર પણ ગાયબ છે.
પોલીસે હાથ ધરી તપાસ
DSPના મિત્રોના જણાવ્યા મુજબ, 31મી ડિસેમ્બરની રાત્રે ન્યૂ યર પાર્ટી બાદ તેઓ ડીએસપીને બસ સ્ટેન્ડ પાસે ઉતારીને ચાલ્યા ગયા હતા. ઘટના સમયે ડીએસપીની સાથે તેમના ગાર્ડ હાજર ન હતા. પંજાબ પોલીસ બસ સ્ટેન્ડની આસપાસના સીસીટીવી ફૂટેજને ચેક કરી રહી છે. આ મામલે ડીએસપીના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
જાણીતા વેઈટલિફ્ટર હતા દલબીર સિંહ
મૃતક DSPના ભાઈ રણજીત સિંહે જણાવ્યું કે, પોલીસે અમને જાણ કરી કે દલબીરસિંહનો મૃતદેહ મળી આવ્યો છે. તેમના માથામાં ઈજા થઈ છે. હત્યાનો મામલો હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ તેની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, દલબીર સિંહ જાણીતા વેઈટલિફ્ટર હતા અને તેમને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
ADVERTISEMENT