તમે ગુજરાતીઓથી ઘેરાયેલા છો તમને કેવું લાગી રહ્યું છે ? S Jaishankarનો જવાબ તમારું દિલ જીતી લેશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

S Jaishankar : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર તેમના નિવેદનોને લઈ વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવામાં જયશંકરનો વધુ એક આવો જ વીડિયો ચર્ચામાં છે, જેમાં તે ભારતની બહાર વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક વિદ્યાર્થીએ જયશંકરને પૂછ્યું કે, આટલા બધા ગુજરાતીઓથી તમે ઘેરાયેલા છો તમને કેવું લાગી રહ્યું છે? આના પર જયશંકરે આપેલો જવાબ દરેક ભારતીયનું દિલ જીતી લેશે.

#WATCH via ANI Multimedia | EAM Jaishankar's witty response to a student’s query ‘How he feels surrounded by Gujaratis’https://t.co/83kzBWgICR

— ANI (@ANI) December 9, 2023

તમે ગુજરાતીઓથી ઘેરાયેલા છો તમને કેવું લાગી રહ્યું છે ?

MIT યુનિવર્સિટી દુબઈમાં અભ્યાસ કરતાં એક વિધ્યાર્થીએ પૂછ્યું કે, તમે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છો અને દેશના વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી પણ ગુજરાતથી છે. તો આટલા બધા ગુજરાતીઓથી તમે ઘેરાયેલા છો તો તમને કેવું લાગી રહ્યું છે? તેના પર જયશંકરે કહ્યું કે, મને તે ખૂબ જ ગમે છે. તે મારા માટે ખૂબ જ રસપ્રદ છે કારણ કે, તમે જાણો છો ભારતમાં દરેકને દેશના દરેક ભાગમાં મિત્રો રહેતા હોય છે. તેથી દેખીતી રીતે જ મારા જીવનમાં પણ જુદા જુદા તબક્કાઓમાં કોઈના કોઈ રીતે ગુજરાતી પરિવારો સાથે પારિવારિક સંબંધો બંધાયા હતા.

ADVERTISEMENT

ગુજરાતીઓની સમુદાયીક ભાવનાનો કર્યો ઉલ્લેખ

જયશંકરે કહ્યું, તમામ ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી વધુ વૈશ્વિક છે. ગુજરાતીઓમાં પણ ખૂબ જ મજબૂત સમુદાય ભાવના છે. જે ભારતમાં કોઈની પાસે નથી. ગુજરાતીઓ પાસે ખૂબ જ સારો આત્મવિશ્વાસ હોય છે. તેથી હું કહીશ કે વિદેશ મંત્રીની પસંદગી પણ ગુજરાત રાજ્યમાંથી થવી તે સ્વાભાવિક છે.

    follow whatsapp

    ADVERTISEMENT