પેપરલીક સહિતના મામલે અશોક ગેહલોત સરકારના સામે ભાજપનું પ્રદર્શન, પોલીસે કર્યો વોટર કેનનો ઉપયોગ
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને ધીમે ધીમે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આજે ભાજપના કાર્યકર્તાઓ જયપુરમાં ગેહલોત સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજેપી પેપર…
ADVERTISEMENT
જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને ધીમે ધીમે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આજે ભાજપના કાર્યકર્તાઓ જયપુરમાં ગેહલોત સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજેપી પેપર લીક સહિતના અનેક મુદ્દે ગેહલોત સરકારને સતત ઘેરી રહી છે. જ્યારે ભાજપના કાર્યકરો સચિવાલયને ઘેરો કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો.
#WATCH | Police use water cannon to disperse BJP workers protesting against Ashok Gehlot government in Jaipur over alleged paper leak pic.twitter.com/20zqe297kQ
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 13, 2023
ભાજપના કાર્યકરોના વિરોધનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસ વોટર કેનન વડે દેખાવકારોને વિખેરવાનો પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT
જલ જીવન મિશનમાં કૌભાંડનો કરશે પર્દાફાશ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા, ભાજપના રાજ્યસભા સાંસદ કિરોરી મીણાએ મંગળવારે કહ્યું કે તેમની પાર્ટી મંત્રી શાંતિ ધારીવાલના ભ્રષ્ટાચાર અને રાજ્યમાં ખાણો અને જલ જીવન મિશન સંબંધિત કૌભાંડોનો પર્દાફાશ કરશે. વિરોધ પ્રદર્શન પહેલા પક્ષના કાર્યકરોને સંબોધતા મીનાએ દાવો કર્યો હતો કે માહિતી અને ટેકનોલોજી વિભાગ (DoIT)માં રૂ. 5,000 કરોડનું કૌભાંડ થયું હતું, પરંતુ જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ તપાસ કરવાની પરવાનગી માંગી ત્યારે મુખ્યમંત્રીએ ના પાડી દીધી હતી.
મીનાએ દાવો કર્યો હતો કે દેશમાં પહેલીવાર સરકારી ઈમારતના કબાટમાંથી 2.31 કરોડ રૂપિયા રોકડા અને સોનું મળી આવ્યું છે. ગયા મહિને યોજના ભવનના ભોંયરામાં બંધ કબાટમાંથી રોકડ અને સોનું જપ્ત કરવામાં આવ્યું હતું, જેના પગલે જયપુર પોલીસે DoITના સંયુક્ત નિર્દેશકની ધરપકડ કરી હતી. મીનાએ કહ્યું કે ગેહલોત સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. રાજસ્થાનમાં એક વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાના સોળ પેપર હતા અને તે તમામ લીક થઈ ગયા છે. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આવીને તપાસ શરૂ કરી છે, તેથી ગેહલોત ડરી ગયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT