જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં HCએ સજા પલ્ટી, ફાંસીની સજાના ચારેય દોષિતનો છૂટકારો
જયકિશન શર્મા.જયપુરઃ રાજસ્થાનની હાઈકોર્ટે જયપુરમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં તમામ ચારેય દોષિતોને છોડી મુકવાનો આદેશ કર્યો છે. અદાલતે આ મામલામાં ડેથ રેફરેંસ સહિતના દોષિતોની…
ADVERTISEMENT
જયકિશન શર્મા.જયપુરઃ રાજસ્થાનની હાઈકોર્ટે જયપુરમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં તમામ ચારેય દોષિતોને છોડી મુકવાનો આદેશ કર્યો છે. અદાલતે આ મામલામાં ડેથ રેફરેંસ સહિતના દોષિતોની તરપથી કરવામાં આવેલી 28 અપીલો પર ફેંસલો સંભળાવ્યો છે.
Jamnagar: સાધુના વેશમાં ‘મદારી ગેંગ’: સરપંચના સવા કરોડ ખંખેર્યા, પોલીસે 4ને ઝડપ્યા
તમામને છોડી મુકવાનો આદેશ
બુધવારે થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દોષિતોની અપીલને મંજુર કરતા તેમના પક્ષમાં રાહત ભર્યો નિર્ણય સંભળાવ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ પંકજ ભંડારી અને જસ્ટિસ સમીર જૈનની ખંડપીઠે આ મામલામાં ફેંસલો સંભળાવ્યો છે. હાઈકોર્ટે મામલાના દોષિત એક કિશોરનો મામલો કિશોર બોર્ડને મોકલ્યો છે. બાકી તમામને હવે છોડી મુકવાનો આદેશ કરાયો છે.
MLA ચૈતર વસાવાને MP મનસુખ વસાવાનો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
2019માં મળી હતી ફાંસીની સજા
13 મે 2008એ જયપુરમાં ઠેરઠેર સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 4 દોષિતોને પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા છે. વિશેષ ન્યાયલય દ્વારા 20 ડિસેમ્બર 2019એ ફાંસીની સજા સંભળાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર કોર્ટે છોડી મુકવાનો નિર્ણય સંભળાવતા કહ્યું કે મામલામાં તપાસ અધિકારીને કાયદાકીય જાણકારીઓ નથી. એટીએસ તરફથી વિશ્વાસપાત્ર પુરાવા રજુ કરાયા નથી. કોર્ટે તમામ પુરાવાઓને પણ ખારીજ કરી દીધા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT