જયપુરમાં પણ દિલ્હી જેવી દુર્ઘટના...બેસમેન્ટમાં વરસાદનું પાણી ભરાઈ જતાં 3ના મોત

ADVERTISEMENT

Jaipur Basement Death
જયપુરમાં પણ દિલ્હી જેવી દુર્ઘટના
social share
google news

Jaipur Basement Death:  રાજસ્થાનની રાજધાની જયપુરમાં છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. શહેરના રસ્તાઓ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ સહિત દરેક બિલ્ડિંગમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે જયપુરમાં પણ દિલ્હી જેવી દુર્ઘટના સર્જાઈ છે. અહીં વિશ્વકર્મા વિસ્તારમાં બેસમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ ગયું, જેના કારણે 3 લોકોના મોત થયા છે. આ અંગેની જાણ થયા બાદ વહીવટીતંત્રએ તાત્કાલિક ભોંયરામાંથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરી. 

બેસમેન્ટમાં પાણી ભરાતા 3ના મોત

જયપુરમાં પણ ચોમાસાનો પ્રથમ વરસાદ થયો છે અને સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જે રીતે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરના બેસમેન્ટમાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. તેવી જ રીતે જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાં એક બેસમેન્ટમાં પાણી ભરાઈ ગયું. જેના કારણે ત્રણ લોકોના મોત થયા છે. જોકે, આ દુર્ઘટનામાં કોનું મોત થયું? આ અંગેની માહિતી હજુ સુધી સામે આવી નથી. ભોંયરામાંથી પાણી હટાવ્યા બાદ જ મૃતકોની ઓળખ થઈ શકશે.

દિલ્હીમાં શું દુર્ઘટના થઈ હતી?

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર ખાતે આવેલા RAU'S IAS કોચિંગ સેન્ટરના બેસમેન્ટમાં બનેલી લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ભારે વરસાદ પડ્યો, જેના કારણે કોચિંગની બહાર બનેલા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. આ દરમિયાન બેસમેન્ટમાં અચાનક 2-3 મિનિટની અંદર 10-12 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા. 

ADVERTISEMENT

બેસમેન્ટમાં હતા 30-35 વિદ્યાર્થીઓ

જ્યારે આ ઘટના બની ત્યારે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહેલા 35 જેટલા વિદ્યાર્થીઓ ભોંયરામાં અભ્યાસ કરી રહ્યા હતા. જે બાદ દિલ્હી ફાયર સર્વિસ અને NDRFની ટીમોને બોલાવવામાં આવી હતી. આમ છતાં ત્રણ વિદ્યાર્થીઓને બચાવી ન શકાયા. આ દુર્ઘટના બાદ દિલ્હીમાં બેઝમેન્ટમાં ચાલતા તમામ કોચિંગ સેન્ટરોને તાળાં મારી દેવામાં આવ્યા છે.આ ઘટના બાદથી વિદ્યાર્થીઓનો વિરોધ ચાલુ છે. દિલ્હી સરકારે કોચિંગ સેન્ટર્સને લઈને નવો કાયદો લાવવાની જાહેરાત કરી છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT