સેંકડો ખાલિસ્તાનીઓ વચ્ચે દેશની આબરૂ બચાવી, યુવાને કહ્યું તે મારી ફરજ હતી

ADVERTISEMENT

Satyam Surana
Satyam Surana
social share
google news

નવી દિલ્હી :  ગત્ત દિવસોમાં લંડનમાં ભારતીય એમ્બેસી બહાર ખાલિસ્તાનીઓએ ત્રિરંગાનું અપમાન કર્યું અને તેના પગ તળે દબાવી દીધું. આ દરમિયાન એક ભારતીયએ ખાલિસ્તાનીઓ સામે ત્રિરંગાની લાજ બચાવી લીધી હતી.

ખાલિસ્તાનીઓ લંડનમાં પ્રદર્શન કરી રહ્યા હતા

ખાલિસ્તાની ચરમપંથીઓનું એક જુથ 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જયંતી પર લંડનમાં ભારતીય દૂતાવાસની સામે પ્રદર્શન કરી રહ્યું હતું. આ દરમિયાન ખાલિસ્તાનીઓએ ત્રિરંગાનું અપમાન કર્યું. ખાલિસ્તાની નેતા ગુરુચરણ સિંહે ભારતના રાષ્ટ્રીય ધ્વજ પર ગાયનો પેશાબ નાખ્યો અને તેને પગતળે દાટી દીધું હતું. કોઇ પણ પ્રકારની અપિરિય ઘટના ન થાય તેના માટે મોટા પ્રમાણમાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી.

પોલીસ કર્મચારીઓએ ત્રિરંગાના અપમાન અંગે કોઇ એક્શન ન લીધી

જો કે પોલીસ કર્મચારીઓએ ત્રિરંગાના અપમાન પર કોઇ એક્શન લીધી નહોતી. ત્રિરંગાનું અપમાન જોઇને એક ભારતીય નવયુવાન સામે આવ્યો અને તેણે ખાલિસ્તાનીઓ સામે ન માત્ર ત્રિરંગાને તેની પાસેથી છીનવી લીધો પરંતુ તે લોકોની સામે જ તેમનું સન્માન પણ કર્યું. નવયુવાને ખાલિસ્તાનીઓની ચુંગાલથી ત્રિરંગાને પ્રાપ્ત કર્યો અને આ અંગે તેમને વિસ્તાર પુર્વક જણાવ્યું હતું.

ADVERTISEMENT

સત્યમ સુરાનાએ ખાલિસ્તાનીઓ પાસેથી ત્રિરંગો ઉઠાવ્યો

આ દરમિયાન એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં હિંસક ભીડ છતા નવયુવાનોએ ખાલિસ્તાની નેતા ગુરૂચરણસિંહની સામે ત્રિરંગો ઉઠાવ્યો અને ગર્વ સાથે તેને લઇને રવાના થઇ ગયો. નવયુવાનનું નામ સત્યમ સુરાણા છે. પુણેના રહેનારા સત્યમ લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સના વિદ્યાર્થી છે. ફર્સ્ટ પોસ્ટ માટે અપાયેલા ઇન્ટરવ્યુમાં સત્યમે આ ઘટનાની આપવીતી જણાવી હતી.

મે જે કર્યું તે મારી ફરજ છે

સત્યમે કહ્યું કે, મને સાચે જ આનંદ છે કે, લોકોને મારા પર ગર્વ છે. આ ત્રિરંગો જ છે જે અમે બધાને સમગ્ર ભારતને એક સાથે લાવે છે. મે બસ પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. મે બસ ઝંડો ઉઠાવ્યો અને ચાલતી પકડી. ત્યાર બાદ મને જે મેસેજ અને પ્રતિક્રિયા મળી રહી છે તેના કારણે હું ખુબ જ ખુશ છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT