Azam Khan ના ઘરે IT ના દરોડા, 60 કલાક ચાલેલી તપાસમાં ટીમોને શું મળ્યું?
UP News: ઉત્તર પ્રદેશના રામપુરમાં (Rampur) સમાજવાદી પાર્ટીના (SP) નેતા મોહમ્મદ આઝમ ખાનના (Mohammad Azam Khan) ઘરે આવકવેરા વિભાગના (Income Tax Department) દરોડાની કાર્યવાહી પુર્ણ…
ADVERTISEMENT
UP News: ઉત્તર પ્રદેશના રામપુરમાં (Rampur) સમાજવાદી પાર્ટીના (SP) નેતા મોહમ્મદ આઝમ ખાનના (Mohammad Azam Khan) ઘરે આવકવેરા વિભાગના (Income Tax Department) દરોડાની કાર્યવાહી પુર્ણ કર્યા બાદ તમામ અધિકારીઓ અને સુરક્ષા કર્મચારીઓ હવે નિકળી ચુક્યા છે. આઝમ ખાનના ઘરે લગભગ 60 કલાક પહેલાથી આ કાર્યવાહી ચાલી રહી હતી. આઝમ ખાન અને તેમના પરિવારથી આવકવેરા વિભાગના અધિકારીઓએ મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ (Mohammad Ali Jauhar Trust)ની લેવડ દેવડની માહિતી મેળવી હતી.
આવકવેરા વિભાગે માહિતી આપવાનો ઇન્કાર કર્યો
આવકવેરા વિભાગના અધિકારીઓએ આઝમ ખાનની સંપત્તી અંગે પણ માહિતી મેળવી હતી. આ દરમિયાન અધિકારીઓએ તમામ પ્રકારના સવાલ આઝમ ખાન, તેમની પત્ની તંજીન ફાતિમા, તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ અને અદીબ આઝમને પુછ્યા. 60 કલાક લાંબી ચાલેલી પુછપરછમાં શું સામે આવ્યું તે અંગે હજી સુધી આવક વેરા વિભાગ દ્વારા કોઇ અધિકારીક માહિતી આપવામાં આવી નથી.
આવક વેરા વિભાગ દ્વારા સંપુર્ણ કાર્યવાહી ગુપ્ત રાખવામાં આવી
એક અધિકારીએ નામ જાહેર નહી કરવાની શરતે કહ્યું કે, સંપુર્ણ માહિતી મુખ્યમથકેથી આપવામાં આવશે. હાલ દરોડાની કાર્યવાહી પૂર્ણ થઇ ચુકી છે. આ કાર્યવાહીમાં શું મળ્યું છે, તે હાલ અમે કહી શકીએ નહી. આઝમ ખાનના ઘરે દરોડા ખુબ જ ગુપ્ત રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીને ઓપરેશન ડી નામ આપવામાં આવ્યું હતું. રામપુરમાં પાંચ સ્થળો પર આવક વેરા વિભાગે દરોડા પાડ્યા હતા. જે હાલ પુર્ણ થઇ છે. આવકવેરા વિભાગના અધિકારીઓ જ્યારે ઘરેથી બહાર નિકળ્યા તો આઝમ ખાન પોતે તેમને છોડવા માટે આવ્યા હતા અને મીડિયા સાથે ચર્ચા કરી. જો કે હોબાળો થતા તેઓ પુરી વાત કર્યા વગર અંદર જતા રહ્યા હતા.
ADVERTISEMENT
સહકારી બેંકના સચિવ અને ઉપનિર્દેશક સસ્પેન્ડ
બીજી તરફ રામપુરમાં જિલ્લા સહકારી બેંકના સચિવ ઉપેન્દ્ર કુમાર સારસ્વત અને ઉપનિર્દેશક શકીલ અહેમદને 23.43 લાખ રૂપિયા આઝમ ખાનના મોહમ્મદ અલી જોહર ટ્રસ્ટને વ્યાજ તરીકે નિયમ વિરુદ્ધ આપવાના આરોપમાં સહકારીતા વિભાગ દ્વારા હટાવી દેવાયા છે. જેની ફરિયાદ થોડા દિવસો અગાઉ રામપુરના ભાજપ ધારાસભ્ય આકાશ સક્સેનાએ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે કરી હતી.
ADVERTISEMENT