‘સટ્ટાબાજી અને ગેરકાયદેસર લોનની જાહેરાતો તાત્કાલિક હટાવો’, કેન્દ્રનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Remove fraud loan app ads : સરકારે ગેરકાયદેસર લોન અને સટ્ટાબાજીની જાહેરાતોને લઈ એક્શન લીધું છે. કેન્દ્રનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેના પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, અમે ગેરકાયદેસર લોન એપ્સની જાહેરાતો રોકવા પર કામ કરી રહ્યા છીએ. આવી બનાવટી લોન એપ્સની જાહેરાતો ઘણા પ્લેટફોર્મ પર જોવા મળે છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે RBIને KYC પ્રક્રિયાને બેંકો માટે વધુ વ્યાપક બનાવવા વિનંતી કરી છે. આ પ્રસ્તાવિત KYC પ્રક્રિયાને ‘Know Your Digital Finance App’ (KYDFA) નામ આપવામાં આવ્યું છે.

નકલી લોન અને સટ્ટાબાજી એપની જાહેરાતો તાત્કાલિક હટાવો

તાજેતરના સમયમાં નકલી લોન એપ્સનું નેટવર્ક ઘણું ફેલાઈ ગયું છે. જે લોકો આવી એપ્સનો શિકાર બને છે તેઓ માત્ર દેવાની જાળમાં ફસાઈ જતા હોય છે અને ઘણા કિસ્સામાં પીડિતોએ આત્મહત્યા પણ કરી લીધી છે. આ મામલો ઘણા સમયથી ચર્ચામાં છે અને અત્યાર સુધી સરકારે આવી ઘણી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્સ ડાઉનલોડ થતાંની સાથે જ લોન પ્રોવાઈડરને યુઝર્સના તમામ ફોટા અને કોન્ટેક્ટ ડિટેલ્સ એક્સેસ થઈ જાય છે. પછી લોન રિકવરીના નામે તેમની અસલી રમત શરૂ થાય છે. આ નકલી એપ્સ પીડિતોને જલદી લોન ચૂકવવા માટે સતત દબાણ કરે છે. ઘણી વખત તેમના ફોટા મોર્ફ કરીને વાયરલ કરવાની ધમકી આપવામાં આવે છે.

બનાવટી લોન આપનાર પીડિતાના ફોન પરથી લીધેલા તમામ સંપર્કોનો સંપર્ક કરીને ધમકી પણ આપે છે. બદનામ થવાના ડરથી યુઝર્સ લોન ચુકવવા માટે નવી લોન લે છે અને આ રીતે તેઓ લોનની જાળમાં ફસાઈ જાય છે. સરકાર આવી નકલી લોન એપ્સ અને ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ લગાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

ADVERTISEMENT

આઈટી નિયમોનું કડક અમલીકરણ

આ સિવાય આજે જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં પણ આઈટી નિયમોના કડક અમલની વાત કરવામાં આવી છે અને તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત માહિતી અને ડીપફેક સાથે ઓનલાઇન પ્લેટફોર્મને કડક બનાવવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT