Chandrayaan-3 ના જાગવા અંગે ISRO નો ખુલાસો, હજી સુધી નથી જાગી શકી મશીનરી
નવી દિલ્હી : આજે Chandrayaan-3 ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હજી પણ સક્રિય નથી થયું. આ ખુલાસો ISRO ના અમદાવાદમાં રહેલા Space Application Center…
ADVERTISEMENT
નવી દિલ્હી : આજે Chandrayaan-3 ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હજી પણ સક્રિય નથી થયું. આ ખુલાસો ISRO ના અમદાવાદમાં રહેલા Space Application Center ના ડાયરેક્ટર નીલેશ દેસાઇએ કર્યો હતો. તેમણે કહ્યું કે, પહેલા તેમને 22 સપ્ટેમ્બર 2023 ના રોજ જગાવવાની તૈયારી હતી. જો કે હવે તેને 23 મી સપ્ટેમ્બરે જગાડવામાં આવશે.
Chandrayaan-3 નું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર આજે એટલે કે 22 સપ્ટેમ્બર, 2023 ના રોજ નહી જાગે. આ હાલ સુતેલા રહેશે. અમદાવાદ ખાતે ઇસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર નીલેશ દેસાઇએ કહ્યું કે, ઇસરો ચંદ્રયાન-3 એટલે કે લેન્ડર-રોવરને કાલે એટલે કે 23 સપ્ટેમ્બરે જગાવવાનો પ્રયાસ કરશે. હાલ લેન્ડર રોવર નિષ્ક્રિય છે.
ચંદ્ર પર સવારે થઇ ચુક્યા છે. રોશની સંપુર્ણ રીતે મળી રહ્યા છે. જો કે ચંદ્રયાન-3 લેન્ડર અને રોવરને હજી સુધી પુરતી ઉર્જા નથી મળી. ચંદ્રયાન-3 થી અનેક ઇનપુટ મળ્યા છે, જેની ઇસરો વૈજ્ઞાનિક ગહનતાથી તપાસ કરી રહ્યા છે. ગત્ત 10 દિવસથી ડેટાનું પણ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પ્રજ્ઞાન રોવરે 105 મીટર સુધી મુવમેન્ટ કરી છે.
ADVERTISEMENT
પ્રજ્ઞાન રોવર પરથી મળેલા ડેટાનું પણ એનાલિસિસ ચાલી રહ્યું છે. ચંદ્રની જમીનનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. જેથી માઇનિંગ, પાણીની સ્થિતિ અને માનવ જીવનની સંભાવના અંગે માહિતી મળશે. અત્યાર સુધી તેઓ સ્લીપ મોડમાં હતા. તે સમયે ચંદ્રના દક્ષિણી ધ્રુવીય વિસ્તારમાં તાપમાન માઇનસ 120 થી માઇનસ 220 ડિગ્રી સેલ્સિયસ હતું. તેના કારણે યંત્રોની સર્કિટ બગડી જાય છે.
સવારથી યૂરોપિયન સ્પેસ એજન્સીઓ મોકલી રહી હતી ચંદ્ર પર સંદેશ
આ તાપમાનનું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પર કેટલી અસર થઇ છે, તેઓ ચંદ્રયાન-3 ના જાગ્યા બાદ જ માહીતી મળશે. આ અગાઉ આજે અલસુબર યૂરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના કોરોઉ સ્પેસ સ્ટેશનથી Chandrayaan-3 ના લેન્ડર Vikram ને સતત સંદેશ મોકલવામાં આવી રહ્યા હતા. જો કે લેન્ડરની તરફતી જે રેસપોન્સ નબળો હતો. એટલે કે તેની પાસે જે પ્રકારની શક્તિશાળી રેડિયો ફ્રિકવન્સી આવવી જોઇએ, તે નથી આવી રહી.
ADVERTISEMENT
આ દાવો કર્યો હતો એમેચ્યોર એસ્ટ્રોનોમર સ્કોટ ટાઇલીએ સ્કોટના એક ટ્વીટમાં લખ્યું છે કે, ખરાબ સમાચાર, ચંદ્રયાન-3 ની ચેનલ પર 2268 મેગાહર્ટઝનું ઉત્સર્જન થઇ રહ્યું છે. આ એક નબળું બેંડ છે. એટલે કે ચંદ્રયાન-3 લેન્ડરથી હજી સુધી મજબુત સિગ્નલ નથી મળ્યું. સ્કોટે અનેક ટ્વીટ્સ કર્યા છે.
ADVERTISEMENT
ફ્રિકવન્સી નબળી હતી વિક્રમ લેન્ડરની સવારના સમયે
આ અગાઉ સ્કોટે ટ્વીટ કર્યું કે, કોરોઉ સંપર્કમાં આવી ગયું છે. પોતાની યોગ્ય ફ્રિકવન્સી પર સંદેશ મોકલી રહ્યું છે. ચંદ્રયાન સતત ઓન ઓફ સિગ્નલ મોકલી રહ્યું છે. ચંદ્રથી આવી રહેલા સિગ્નલ ક્યારેક સ્થિર છે. ક્યારેક ઉછળી રહ્યા છે. ક્યારેક એકદમ ઓફ થાય છે. જ્યારે કોરોઉથી મોકલાયેલા સિગ્નલ સ્થિર છે. વિક્રમ લેન્ડરનું ટ્રાન્સપોંડર RX ફ્રિકવન્સીનું છે. તેને 240-221 ના દરની ફ્રિકવન્સી પર કામ કરવું જોઇએ. જો કે તેઓ 2268 મેગાહર્ટઝનું સિગ્નલ આપી રહ્યું છે. જે સ્થિર નથી.
હાલ યુરોપિયન સ્પેસ એજન્સી અને ઇસરો બંન્નેએ આ વાતની પૃષ્ટી નથી કરી કે ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર જાગી ચુક્યું છે કે નહી. માનવામાં આવી રહ્યું છે કે, બપોર સુધીમાં ISRO આ વાતની પૃષ્ટી કરશે. વિક્રમ લેન્ડર શિવ શક્તિ પોઇન્ટ પર જ્યાં છે, ત્યાં સુરજનો પ્રકાશ પહોંચી ચુક્યો છે.
શિવ શક્તિ પોઇન્ટ પર પડી રહ્યું છે સુરજનો પ્રકાશ
Vikram Lander ચંદ્રની દક્ષિણી ધ્રુવ પર જે જગ્યા છે, જ્યાં સુર્યનો પ્રકાશ 13 ડિગ્રી પર પડી રહ્યો છે. આ એંગલની શરૂઆત 0 ડિગ્રીથી શરૂ થઇને 13 પર ખતમ થઇ ગઇ. એટલે કે સુરજના પ્રકાશ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર પર વાંકી પડી રહી છે. 6 થી 9 ડિગ્રી એંગલ પર સુરજનો પ્રકાશ તેટલી ઉર્જા આપવાની ક્ષમતા ધરાવે છે કે વિક્રમ ઉંઘથી જાગી રહ્યો છે.
આ વાત ઇસરોના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરના ડાયરેક્ટર એમ.શંકરે એક વાત અંગ્રેજી અખબારને કહી. તેમણે જણાવ્યું કે, વિક્રમ અને પ્રજ્ઞાનના સ્વાસ્થયનો અસલી અંદાજ 22 સપ્ટેમ્બર સુધી થઇ જશે. આ વાત તો નિશ્ચિત છે કે, જો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર જાગી જશે અને કામ કરવાનું શરૂ કરી દેશે તો ઇસરો માટે બોનસ ગણાશે.
હવે જેટલો ડેટા મોકલવામાં આવ્યો છે, તે દ્રષ્ટીએ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરનું મિશન પુર્ણ થઇ ચુક્યું છે. જો લેન્ડર ઉઠી ગયું તો પણ ઘણો બધો ડેટા પાછો મળશે. અનેક બધા ઇન સીટુ એક્સપેરિમેન્ટ ફરીથી થઇ શકશે. જાગ્યા બાદ અનેક ડેટા વધારે મળશે, જેનું એનાલિસિસ કરીને પરિણામ આવવામાં અનેક મહિનાઓ લાગશે. હજી પણ ઘણી માહિતી મળી શકે છે.
ADVERTISEMENT