Isro: ઈસરો આજે 36 સેટેલાઈટ લોન્ચ કરી સ્થાપશે નવો રેકોર્ડ, કાઉન્ટડાઉન થયું શરુ
અમદાવાદઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી લો-અર્થ ઓર્બિટ સેટેલાઈટ કોમ્યુનિકેશન કંપની વનવેબ એ રવિવારે 36 ઉપગ્રહ લોન્ચ કરશે. આ પોતાનામાં એક રેકોર્ડ હશે. Isro એ…
ADVERTISEMENT
અમદાવાદઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી લો-અર્થ ઓર્બિટ સેટેલાઈટ કોમ્યુનિકેશન કંપની વનવેબ એ રવિવારે 36 ઉપગ્રહ લોન્ચ કરશે. આ પોતાનામાં એક રેકોર્ડ હશે. Isro એ શનિવારે કહ્યું કે વનવેબ ઈન્ડિયા-2 મિશન દ્વારા 36 ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
આ ઉપગ્રહો આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 26 માર્ચે સવારે 9 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. નોંધનીય છે કે 643 ટન વજન અને 43.5 મીટર લાંબુ આ પ્રક્ષેપણ યાન ISROનું સૌથી ભારે પ્રક્ષેપણ યાન છે, જેણે ચંદ્રયાન-2 મિશન સહિત અત્યાર સુધીમાં પાંચ સફળ ઉડાન પૂર્ણ કરી છે. આ 36 ઉપગ્રહોનું વજન 5805 ટન છે.
ઈસરોએ જણાવ્યું કે, વર્તમાન મિશન LVM3-M3 એ ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL)નું બીજું સમર્પિત કોમર્શિયલ સેટેલાઇટ મિશન છે. જે તેની ક્લાયન્ટ બ્રિટિશ કંપની મેસર્સ નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ (M/s) માટે હાથ ધરવામાં આવશે. LVM-3 એ ISROના સૌથી ભારે પ્રક્ષેપણ વાહન GSLVMK-3નું નવું નામ છે, જે સૌથી ભારે ઉપગ્રહોને નિશ્ચિત ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આજે પૃથ્વીની નજીકથી જશે ‘સિટી કિલર’ Asteroid 2023 Dz2, જાણો કેટલો મોટો અને ખતરનાક છે?
Oneweb શું છે
Oneweb સેટેલાઇટ વિશે વાત કરીએ તો, તે યુકે સ્થિત કોમ્યુનિકેશન કંપની છે. યુકે સરકારની સાથે, ભારતના ભારતીય સાહસો, ફ્રાન્સની યુટેલસેટ, જાપાનની સોફ્ટબેંક, અમેરિકાની હ્યુએ નેટવર્ક્સ અને દક્ષિણ કોરિયાની હનવા મુખ્ય ભાગીદારો છે. તેનું હેડક્વાર્ટર લંડનમાં છે. આ કંપનીનો ઉદ્દેશ્ય વિશ્વભરમાં બહેતર બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરવાનો છે.
ADVERTISEMENT
ઈસરોના સૌથી મોટા ઓર્ડરમાંથી એક છે
OneWeb એ ISRO સાથે કરાર કર્યો છે, જે ISROના સૌથી મોટા ઓર્ડર પૈકી એક છે, જેના હેઠળ 26 માર્ચે પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં 36 ઉપગ્રહો સ્થાપિત કરવામાં આવશે. ગયા વર્ષે પણ ઈસરોએ કંપનીના 36 ઉપગ્રહ સ્થાપિત કર્યા હતા. કુલ 72 સેટેલાઇટ લોન્ચ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ માટે કુલ એક હજાર કરોડ રૂપિયાથી વધુની લોન્ચ ફી લેવામાં આવી રહી છે. આ ઈસરોનો સૌથી મોટો ઓર્ડર છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT