ચંદ્રયાન-3 બાદ ISROએ ફરી કરી કમાલ, સિંગાપોરના 7 સેટેલાઈટ્સ લોન્ચ કર્યા, મહિનામાં બીજું સફળ મિશન
શ્રીહરિકોટા: ભારતે અવકાશ ક્ષેત્રે નવો ઈતિહાસ લખ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ રવિવારે (30 જુલાઈ) એક સાથે 7 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. જેમાં…
ADVERTISEMENT
શ્રીહરિકોટા: ભારતે અવકાશ ક્ષેત્રે નવો ઈતિહાસ લખ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ રવિવારે (30 જુલાઈ) એક સાથે 7 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. જેમાં 1 સ્વદેશી અને સિંગાપોરના છ ઉપગ્રહોનો સમાવેશ થાય છે. આ ઉપગ્રહોને PSL-C56 રોકેટ દ્વારા આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યા હતા. PSLV-C56 એ ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડનું મિશન છે, જે ઈસરોની કોમર્શિયલ બ્રાન્ચ છે.
PSLV-C56 રોકેટે સિંગાપોરના પૃથ્વી પ્રક્ષેપ ઉપગ્રહ ડીએસ-એસએઆર અને અન્ય 6 ઉપગ્રહોને રવિવારે સવારે 6.30 વાગ્યે ઉડાણ ભરી. આ મહિને બહુપ્રતીક્ષિત ચંદ્રયાન-3 લોન્ચ કર્યા બાદ હવે PSLV-C56 લોન્ચ એ એક મહિનાની અંદર ઈસરોની બીજી મોટી સિદ્ધિ છે. અગાઉ 14 જુલાઈના રોજ, ISRO એ LVM-3 લોન્ચ વ્હીકલને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂક્યું હતું.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches its PSLV-C56 with six co-passenger satellites from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota.
(Source: ISRO) pic.twitter.com/2I1pNvKvBH
— ANI (@ANI) July 30, 2023
ADVERTISEMENT
વર્ષનું ત્રીજું કોમર્શિયલ મિશન
આ વર્ષે ભારતીય અવકાશ એજન્સીનું આ ત્રીજું કોમર્શિયલ મિશન છે. ઈસરોએ અગાઉ માર્ચમાં LVM-3 રોકેટ વડે બ્રિટનના વન-વેવ સાથે સંકળાયેલા 36 ઉપગ્રહો લોન્ચ કર્યા હતા. આ પછી એપ્રિલમાં પીએસએલવી રોકેટથી સિંગાપોરના 2 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા. DS-SAR સિંગાપોરની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી એજન્સી અને સિંગાપોરની ST એન્જિનિયરિંગ વચ્ચેની ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવી છે.
પ્રક્ષેપણ પછી, આ ઉપગ્રહનો ઉપયોગ સિંગાપોર સરકારની વિવિધ એજન્સીઓની સેટેલાઇટ ઇમેજિંગ જરૂરિયાતો માટે કરવામાં આવશે. DS-SAR ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાંથી વિકસિત સિન્થેટીક એપરચર રડાર (SAR) સાથે ફીટ થયેલ છે. આ ઉપગ્રહને તમામ હવામાન પરિસ્થિતિઓમાં દિવસ અને રાત્રિની તસવીરો લેવા સક્ષમ બનાવશે.
ADVERTISEMENT
PSLV એ ISROનું વર્કહોર્સ છે
ISROના વિશ્વસનીય રોકેટ PSLV ની આ 58મી ઉડાન હતી અને ‘કોર અલોન કન્ફીગ્રેશન’ સાથેની 17મી ઉડાન હતી. PSLV રોકેટને ISROનું વર્કહોર્સ કહેવામાં આવે છે. આ વિશાળ રોકેટ પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં સતત સફળતાપૂર્વક ગ્રહોને સ્થાપિત કરી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT