ગાઝામાં ‘બંકર બસ્ટર’ બોમ્બમારો કરી રહી છે ઈઝરાયલની સેના, 24 કલાકમાં 400 આતંકી ઠેકાણા નષ્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Isreal-Gaza War: યુદ્ધવિરામ ખતમ થયા બાદ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. શુક્રવારે ઈઝરાયેલે માત્ર 24 કલાકમાં હમાસના 400થી વધુ આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 178 લોકોના મોત થયા છે. હમાસે પણ ફરીથી ઈઝરાયેલ પર રોકેટ છોડવાનું શરૂ કરી દીધું છે. જો કે, ઈઝરાયેલ લક્ષ્ય સુધી પહોંચે તે પહેલા જ તેમને રોકેટ વિરોધી મિસાઈલોથી નષ્ટ કરી રહ્યું છે. બીજી તરફ હમાસ અને અમેરિકા યુદ્ધવિરામ ખતમ થયા બાદ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે.

ઈઝરાયેલે એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેણે શુક્રવારે હમાસના 400થી વધુ સ્થાનોને નિશાન બનાવ્યા છે. ગાઝામાં હાજર પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે,શુક્રવારે સવારથી શરૂ થયેલા ઈઝરાયેલના બોમ્બમારાને કારણે 178 પેલેસ્ટાઈનના લોકોના મોત થયા છે. આ બોમ્બ ધડાકામાં 589 લોકો ઘાયલ પણ થયા હતા. ઈઝરાયેલે પણ અમેરિકન ‘બંકર બસ્ટર બોમ્બ’નો ઉપયોગ શરૂ કરી દીધો છે. આ બોમ્બનું વજન 907 કિલો છે. અમેરિકાએ અફઘાનિસ્તાન, ઈરાક અને સીરિયામાં પણ આ બોમ્બનો ઉપયોગ કર્યો હતો.

બંકર બસ્ટર બોમ્બ ખૂબ જ શક્તિશાળી અને અસરકારક છે

બંકર બસ્ટર બોમ્બ ખૂબ જ શક્તિશાળી અને અસરકારક છે. તેઓ ઝડપથી ભૂગર્ભમાં જાય છે. અંદર પહોંચ્યા પછી વિસ્ફોટ થાય છે. તેમની પાસે કોંક્રિટ ફાઉન્ડેશન, બંકરો અથવા ટનલને ઉડાવી દેવાની ક્ષમતા છે. આવા બોમ્બ લાંબા સમયથી ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. વિયેતનામ યુદ્ધ દરમિયાન તેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બોમ્બના નાકને ખાસ રીતે બનાવવામાં આવે છે, જેથી તેઓ તેમના વજન અને ગુરુત્વાકર્ષણનો લાભ ઉઠાવી શકે અને વધુ ઝડપે ભૂગર્ભમાં જઈ શકે. આ પછી, લક્ષ્યને વીંધીને ભયંકર વિસ્ફોટ કરી શકે.

ADVERTISEMENT

હમાસના ઓપરેશનલ કમાન્ડ સેન્ટર પર ઈઝરાયેલનો હુમલો

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે દાવો કર્યો છે કે, હમાસે રોકેટ હુમલા કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેનો યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે. આ શ્રેણીમાં, ગાઝામાં 400 થી વધુ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ખાન યુનિસ વિસ્તારમાં 50 થી વધુ ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા. IDF ફાઇટર પ્લેન્સે એક મસ્જિદની અંદર ઇસ્લામિક જેહાદના ઓપરેશનલ કમાન્ડ સેન્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધું છે. ઇઝરાયેલની નૌકાદળના સૈનિકોએ હમાસના લશ્કરી ઠેકાણાઓ પર પણ હુમલો કર્યો છે.

હમાસે દક્ષિણી ઈઝરાયેલ પર અનેક હવાઈ હુમલા કર્યા

શુક્રવારે રાત્રે ગાઝા પટ્ટીમાંથી દક્ષિણ ઈઝરાયેલ પર પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. જોકે, ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તેલ અવીવ શહેરના આકાશમાં તમામ રોકેટને આયર્ન ડોમની મદદથી રોકી દેવામાં આવ્યા હતા. હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ સાથે જ યુદ્ધવિરામ બાદ શરૂ થયેલા હુમલાઓને લઈને બંને પક્ષો તરફથી આક્ષેપ-પ્રતિઆક્ષેપ પણ શરૂ થઈ ગયા છે. ખુલ્લેઆમ ઇઝરાયલની સાથે ઉભેલા અમેરિકાએ યુદ્ધવિરામના ઉલ્લંઘન માટે હમાસને જવાબદાર ગણાવ્યું છે. જ્યારે હમાસ અમેરિકા પર આરોપ લગાવી રહ્યું છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT