Israel-Hamas War: નાગીન ફેમ અભિનેત્રીની બહેન-બનેવીને આતંકવાદીઓને મારી નાખ્યા

ADVERTISEMENT

Madhuri Naik
Madhuri Naik
social share
google news

Madhura Naik : મધુરા નાયકે ઇઝરાયેલ-હસામ યુદ્ધમાં પોતાના પરિવારના લોકોને ગુમાવી દીધા છે. અભિનેત્રી વીડિયોમાં પરિવારને ગુમાવવાનું દર્દ વ્યક્ત કરતી જોવા મળે છે.

ટીવી ઇન્ડસ્ટ્રીની ખ્યાતનામ અભિનેત્રી

Naagin Actress Madhura Naik: ટીવી ઇન્ડસ્ટ્રીની નાગિન ફેમ મધુરા નાયકના માથા પર દુખોનો પહાડ તુટી પડ્યો છે. હાલમાં જ અભિનેત્રીએ ફેન્સ સાથે શેર કર્યો છે કે, તેમણે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં પોતાના પરિવારના લોકોને ગુમાવી દીધા છે. વીડિયોમાં અભિનેત્રી ઇઝરાયેલના સપોર્ટમાં બોલી રહી છે અને પરિવારને ગુમાવવાનું દર્દ વ્યક્ત કરી રહી છે. મધુરા નાયકે ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી ખુબ જ ઇમોશનલ થતા કહ્યું કે, હું મધુરા નાયક, ભારતમાં જન્મેલી એક યહુદી છું. ભારતમાં અમે માત્ર 3000 છીએ. 7 ઓક્ટોબરની પહેલા પોતાના પરિવારમાં અમે એક પુત્રી અને પુત્રને ગુમાવ્યા છે.

મારી બહેન અને બનેવીને તેમના બાળકો સામે ઠાર મરાયા

મધુરા નાયકે કહ્યું, મારી બહેન ઓડાયા અને તેના પતિને મારી નાખવામાં આવ્યા, તે પણ તેમના બે બાળકોની સામે જે દુખ અને તકલીફ મારી ફેમીલી હાલ ફેસ કરી રહી છે, તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહી. આજે ઇઝરાયેલ દર્દમાં છે, હમાસની આગમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સળગી રહ્યા છે.

ADVERTISEMENT

બાળકો અને વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે

આગળ મધુરાએક કહ્યું કે, મહિલા,બાળકો, વૃદ્ધો અને નબળાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા. કાલે મે મારી બહેન અને તેના પતિ તથા બાળકોની તસ્વીર શેર કરી હતી, જેથી સમગ્ર વિશ્વ અમારુ દર્દ જુઓ અને હું તે જોઇને હૈરાન છું કે, ફિલિસ્તીન પ્રોપેગેંડા કઇ રીતે ચાલી રહ્યું છે. હું જણાવવા માંગુ છું કે, આ પ્રો પેલેસ્ટાઇન ઇઝરાયેલના લોકોને કિલર્સની જેમ જોવા માંગે છે. આ યોગ્ય નથી. પોતાનો બચાવ કરવો આતંક નથી.

    follow whatsapp

    ADVERTISEMENT