ઇમરાનની ધરપકડ પાકિસ્તાનના પતનની શરૂઆત છે? આર્થિક સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી
ઇસ્લામાબાદ : ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ વર્ષ 2019માં પાકિસ્તાનને અમુક શરતો પર 6 બિલિયન ડોલર આપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ…
ADVERTISEMENT
ઇસ્લામાબાદ : ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ વર્ષ 2019માં પાકિસ્તાનને અમુક શરતો પર 6 બિલિયન ડોલર આપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ યોજના ઘણી વખત પાટા પરથી ઉતરી ગઈ છે અને હજુ સુધી સંપૂર્ણ ચુકવણી કરવામાં આવી નથી. પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના (IMF) બેલઆઉટ પેકેજ વિના ડિફોલ્ટ થઈ શકે છે. રેટિંગ એજન્સી મૂડીઝે મંગળવારે આ ચેતવણી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જૂન પછી પાકિસ્તાન માટે ધિરાણના વિકલ્પો અનિશ્ચિત છે. રેટિંગ કંપનીના વિશ્લેષક ગ્રેસ લિમે જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે પાકિસ્તાન જૂનમાં પૂરા થતા નાણાકીય વર્ષ માટે તેની બાહ્ય ચૂકવણીની જવાબદારીઓને પૂર્ણ કરશે.” જોકે જૂન પછી પાકિસ્તાનના ધિરાણના વિકલ્પો અત્યંત અનિશ્ચિત છે. IMFની મદદ વિના પાકિસ્તાન નબળા અનામતને જોતા ડિફોલ્ટ કરી શકે છે.
જૂન પછી જો પાકિસ્તાનને IMF તરફથી કોઈ પ્રકારની આર્થિક મદદ મળે છે તો તે તેના માટે રાહતની વાત હશે. શેહબાઝ શરીફ સરકારને IMF સિવાય અનેક બહુપક્ષીય અને દ્વિપક્ષીય ભાગીદારો પાસેથી નાણાકીય સહાય મળવાની અપેક્ષા છે. જો આવું થાય તો પાડોશી દેશની આર્થિક સંકટને અમુક હદ સુધી ઘટાડી શકાય છે. નોંધનીય છે કે પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડાર હાલમાં $4.5 બિલિયન છે. લિમે કહ્યું કે અનામત માત્ર એક મહિનાની આયાત માટે પૂરતું હશે. IMFની મદદ દેશ માટે જરૂરી નાણાકીય સુધારાનો પાયો નાખી શકે છે.
IMFની શરતો સ્વીકારવામાં સમસ્યા છે.
દરમિયાન IMFએ રોકડ-સંકટગ્રસ્ત પાકિસ્તાન સરકારના દાવાને ફગાવી દીધો છે કે તેણે લાઇન ઓફ ક્રેડિટ હેઠળ ભંડોળ મુક્ત કરવા માટે IMFની તમામ શરતો પૂરી કરી છે. IMFએ 2019માં કેટલીક શરતો પર પાકિસ્તાનને 6 બિલિયન ડોલર આપવા માટે કરાર કર્યા હતા. આ યોજના ઘણી વખત પાટા પરથી ઉતરી ગઈ છે અને સંપૂર્ણ ચુકવણી હજુ બાકી છે, કારણ કે IMF ઈચ્છે છે કે પાકિસ્તાન તમામ શરતોનું પાલન કરે. વડાપ્રધાન શહબાઝ શરીફ અને નાણા પ્રધાન ઇશાક ડારે વારંવાર દાવો કર્યો છે કે પાકિસ્તાને સમજૂતી સુધી પહોંચવા માટેની તમામ શરતો પૂરી કરી છે અને તેનાથી પીછેહઠ કરવાનું કોઈ કારણ નથી. એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે તેને શુક્રવારે IMF તરફથી એક નિવેદન મળ્યું છે.
ADVERTISEMENT
જેણે પાકિસ્તાન સરકારના દાવાને નકારી કાઢ્યો છે કે તેણે નવમી સમીક્ષા માટે જરૂરી તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી લીધી છે. “IMF પાકિસ્તાની સત્તાવાળાઓ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખે છે,” પાકિસ્તાનમાં IMF મિશનના વડા નાથન પોર્ટરને ટાંકવામાં આવ્યું હતું.
ઈમરાનની ધરપકડથી સંકટ વધી શકે છે
મૂડીઝની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ પણ અસ્થિર દેખાઈ રહી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી અર્ધલશ્કરી દળોએ ધરપકડ કરી હતી. ખાનના પક્ષે આ માહિતી આપી હતી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના અધ્યક્ષ ખાન લાંચના આરોપમાં કોર્ટમાં હાજર થયા ત્યારે રેન્જર્સ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમના વકીલ ફૈઝલ ચૌધરીએ આ વાત કહી. પૂર્વ માહિતી મંત્રી અને પીટીઆઈના ઉપાધ્યક્ષ ફવાદ ચૌધરીએ કહ્યું કે, કોર્ટ પર રેન્જર્સનો કબજો છે અને વકીલોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT