શું આખું ED અયોગ્ય લોકોનો વિભાગ છે? ડાયરેક્ટરનો કાર્યકાળ વધારવા મુદ્દે સુપ્રીમે કેન્દ્રની ઝાટકણી કાઢી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પ્રવર્તન નિર્દેશાલય (ED) ના પ્રમુખ સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ 15 ઓક્ટોબર સુધી વધારવાની અપીલ પર ગુરુવારે કેન્દ્ર સરકારની ઝાટકણી કાડી…
ADVERTISEMENT
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પ્રવર્તન નિર્દેશાલય (ED) ના પ્રમુખ સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ 15 ઓક્ટોબર સુધી વધારવાની અપીલ પર ગુરુવારે કેન્દ્ર સરકારની ઝાટકણી કાડી અને સવાલ કર્યો કે, હાલના પ્રમુખ ઉપરાંત શું સમગ્ર વિભાગ અયોગ્ય લોકોથી ભરેલો પડ્યો છે. આ ટિપ્પણી બાદ સુપ્રીમ કોર્ટે ઇઢી પ્રમુખ મિશ્રાનો કાર્યકાળ 15 સપ્ટેમ્બર સુધી વધારતા સ્પષ્ટતા કરી કે, ત્યાર બાદ કાર્યકાળ વધારવામાં નહી આવે. ન્યાયમૂર્તિ બી.આર ગવઇ, ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ સંજય કરોલની પીઠે કેન્દ્ર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાની પીઠે કહ્યું કે, શું અમે આ છબી રજુ નથી કરી રહ્યા કે અન્ય કોઇ વ્યક્તિ છે જ નહી અને સમગ્ર વિભાગ અયોગ્ય લોગોથી ભરેલો પડ્યો છે.
ઉચ્ચ અધિકારીએ દલીલ આપી કે આર્થિક એક્શન ટાસ્ટ ફોર્સ (FATF) ની સમીક્ષાને ધ્યાને રાખીને ઇડીના હાલના નેતૃત્વથી બનેલા રહેવા જરૂરી છે કારણ કે એફએટીએફના રેટિંગ મહત્વ રાખે છે. મેહતાએ કહ્યું કે, મિશ્રાનું રહેવું ફરજીયાત નથી પરંતુ તેમની હાજરી સમગ્ર સમીક્ષા પ્રક્રિયા અને રેટિંગ માટે જરૂરી છે. ઇડીની તરફથી રજુ અતિરિક્ટ સોલિસિટર જનરલ એસ.વી રાજુએ કહ્યું કે, કેટલાક પાડોશી દેશ ઇચ્છે છે કે, ભારત એફએટીએફની ગ્રે યાદીમાં પહોંચી જાય અને એવામાં ઇડી પ્રમુખના પદ પર રહેવું જરૂરી છે.
પીઠ ઇડી પ્રમુખ મિશ્રાનો કાર્યકાળ 15 ઓક્ટોબર સુધી વધારવાની અપીલ કરનારી કેન્દ્રની અરજી પર સુનાવણી કરી રહી હતી. ઉચ્ચ કોર્ટે મિશ્રાને સતત બે વખત એક-એક વર્ષનો કાર્યકાળ વિસ્તાર કરવાના નિર્ણયની વિરુદ્ધ છે જેમાં તેણે કહ્યું હતું કે, ભારતીય રાજસ્વ સેવાના અધિકારીઓને અને કાર્યકાળ વિસ્તાર ન આપવામાં આવવો જોઇએ. કોર્ટે નવેમ્બર સુધી મિશ્રાને મળેલા કાર્યકાળનો વિસ્તાર નાનો કરીને જુલાઇ 31 કરી દીધો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT