પરિણીતી ચોપરા સાથે લગ્ન કરવાના છો? જુઓ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ શું જવાબ આપ્યો
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે લોકોએ અનેક અટકળો…
ADVERTISEMENT
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે લોકોએ અનેક અટકળો શરૂ કરી દીધી હતી. દરમિયાન એક પત્રકારે રાઘવ ચઢ્ઢાને પૂછ્યું કે, શું તે પરિણીતી ચોપરા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. રાઘવ ચઢ્ઢાએ આ સવાલનો હસતા હસતા જવાબ આપ્યો.
રાઘવ ચઢ્ઢાના પરિણીતી ચોપરા વિશે પૂછવામાં આવ્યો હતો આવો સવાલ
ANI ન્યૂઝ એજન્સીના રિપોર્ટરે રાઘવ ચઢ્ઢાને પૂછ્યું કે, તમે અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે જોવા મળ્યા છો. શું તમારા લગ્નના સમાચાર પણ તેમની સાથે આવી રહ્યા છે? શું તમે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છો? રાઘવ ચઢ્ઢા આ સવાલના જવાબ પર પહેલા કંઈ બોલતા નથી અને માત્ર હસતા હસતા પોતાની કાર તરફ આગળ વધી જાય છે.
રાઘવ ચઢ્ઢાએ પરિણિતી ચોપરા સાથે લગ્ન કરવાના સવાલ પર આપ્યો આવો જવાબ
જ્યારે રાઘવ ચઢ્ઢાને પત્રકારને વારંવાર પરિણીતી ચોપડા વિશે સવાલ પૂછ્યો ત્યારે તેમણે કહ્યું કે, મેં તમને પરિણીતીને નહીં પરંતુ રાજકારણ પર સવાલ કરવાનું કહ્યું હતું. આ પછી, તે આગળ વધે છે અને કહે છે કે જ્યારે તેઓ લગ્ન કરશે, ત્યારે તે બધાને તેના વિશે જાણ કરશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો રાઘવ ચઢ્ઢાના સ્મિત પર કમેન્ટ કરી રહ્યા છે.
ADVERTISEMENT
आज पहली बार मीडिया से क्यों डरकर भागे @raghav_chadha 😉 pic.twitter.com/A3jhFnsgzm
— Rahul Tahiliani (@Rahultahiliani9) March 24, 2023
પરિણીતી અને રાઘવ ચઢ્ઢા મુંબઈની રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા
AAPના સાંસદ રાઘવ ચઢ્ઢા અને એક્ટ્રેસ પરિણીતી ચોપરા ગુરુવારે મુંબઈની એક રેસ્ટોરામાં લંચ કરવા ગયા હતા. આ જ દિવસે બંનેએ બાંદ્રાની એક રેસ્ટોરન્ટમાં ડિનર પણ કર્યું હતું. આ દરમિયાન આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. જેના પર લોકો સવાલ કરવા લાગ્યા કે આ બંને લોકો વચ્ચે કંઈક ચાલી રહ્યું છે, જ્યારે કેટલાક લોકોએ એવો સવાલ પણ શરૂ કર્યો કે પરિણીતી ચોપરા રાજકારણમાં આવવાનું તો નથી વિચારી રહી ને.
ADVERTISEMENT
ADVERTISEMENT