IRCTC પર તમારા IDથી બીજા માટે ટિકિટ બુક કરવા પર થશે જેલ? જાણો રેલવેના શું છે નિયમ

ADVERTISEMENT

IRCTC
IRCTC
social share
google news

IRCTC Ticket Booking: સોશલ મીડિયામાં હાલ એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે જો તમે તમારા IDનો ઉપયોગ કરીને કોઈ બીજાની  ટિકિટ બુક કરો છો, તો તમને જેલ થઈ શકે છે. IRCTC એ આ સમાચાર પર નિવેદન આપ્યું અને જણાવ્યું કે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ટિકિટ બુક કરાવી શકો છો કે નહીં. IRCTCનો એવો કોઈ નિયમ નથી કે જે મિત્રો અને સંબંધીઓ માટે એક મર્યાદામાં ટિકિટ બુક કરવાની મંજૂરી ન આપે.

એક મહિનામાં 12 ટિકિટને મંજૂરી 

X પર એક પોસ્ટમાં IRCTCએ લખ્યું કે, તમે તમારા IRCTC એકાઉન્ટથી મહીનામાં 12 ટિકિટ બુક કરી શકો છો, જો તમારું એકાઉન્ટ આધાર કાર્ડથી લિંક હોય તો 24ની લિમિટ છે. આઈઆરસીટીસી એપ્લિકેશન અને વેબસાઇટ પર કોમોર્શિયલ વેચાણ રોકવા માટે, IRCTC ઇ-ટિકિટ બુકિંગ પર મર્યાદા લાદવામાં આવી છે.

ટિકિટોનો કોમોર્શિયલ ઉપયોગ છે ગુનો

ટિકિટોના કોમોર્શિયલ ઉપયોગ એ રેલવે એક્ટ 1989 અંર્તગત દંડનીય ગુનો છે. આઈઆરસીટીસી સાઈટથી ટિકિટ રેલવે બોર્ડ દ્વારા આપેલ માર્ગદર્શિકા અનુસાર બુક કરાય છે. રેલવે બોર્ડ કે માર્ગદર્શિકા સાર્વજનિક ડોમેન પણ ઉપલબ્ધ છે.

ADVERTISEMENT

શું કે છે આઈઆરસીટીસીની ગાઈડલાઈન?

ગાઈડલાઈન અનુસાર, આઈઆરસીટીસી યુઝર પોતાના પર્સનલ યુઝર આઈડીથી ટિકિટ બુક કરી શકે છે. આઈઆરસીટીસીના યુઝર તેમના મિત્રો, પરિવાર અને સંબંધીઓ માટે પણ ટિકિટ બુક કરી શકે છે. દર મહિને 12 કોમોર્શિયલ ઉપયોગ માટે ટિકિટ બુક કરવા માટે આઈઆરસીટીસી યુઝર આઈડીનો ઉપયોગ કરવો એ ગુનો છે.

માર્ગદર્શિકા અનુસાર, IRCTC વપરાશકર્તાઓ તેમના વ્યક્તિગત યુઝર ID સાથે ટિકિટ બુક કરી શકે છે. IRCTC યુઝર્સ તેમના મિત્રો, પરિવાર અને સંબંધીઓ માટે પણ ટિકિટ બુક કરાવી શકે છે. દર મહિને 12 ટિકિટ બુક કરી શકાય છે, અને જો આધાર-પ્રમાણિત હોય, તો 24 ટિકિટ બુક કરી શકાય છે. વ્યવસાયિક ઉપયોગ માટે ટિકિટ બુક કરવા માટે IRCTC વપરાશકર્તા ID નો ઉપયોગ કરવો એ સજાપાત્ર ગુનો છે.

ADVERTISEMENT

ઓનલાઈન ટ્રેનની ટિકિટ બુક કરવા પર જેલ?

રેલવેની ઈ-ટિકિટ માર્ગદર્શિકા પર આઈઆરસીટીસી એ સ્પષ્ટતા કરી કે અલગ-અલગ અટક ધરાવતા સંબંધીઓ અને મિત્રો માટે ટિકિટ બુકિંગને પ્રતિબંધિત કરવાના નિયમમાં ફેરફારની અફવાઓ આવી છે. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અલગ-અલગ અટક ધરાવતા લોકો સંબંધીઓ અને મિત્રો માટે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરવા પર કલમ 143 હેઠળ જેલ કે ભારે દંડની સજા થઈ શકે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એવો પણ દાવો કર્યો હતો કે માત્ર લોહીના સંબંધો અથવા સમાન અટક ધરાવતા લોકો જ તેમના IDનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT