હવે ઇરાક પણ શ્રીલંકાના પગલે, લોકોએ કર્યો સંસદ ભવન પર કબજો

ADVERTISEMENT

gujarattak
social share
google news

શ્રીલંકાના પગલે ઇરાક દેશ ચાલી રહ્યો છે. શ્રીલંકામાં આજે કેવી પરિસ્થિતિ છે તે લોકો સારી રીતે જાણે છે. આર્થિક તંગીના કારણે દેશની હાલત કફોડી બની છે. દેશના નેતાઓ આ પરિસ્થિતિ પર કાબુ મેળવી ના શક્યા. લોકો રાષ્ટ્રપતિ ભવનને પણ ના મુક્યો અને ત્યાં પહોંચી ગયા હતા. હવે આ પરિસ્થિતિ ઇરાકની થઇ છે. ઇરાકના વિફરેલા લોકે એ સંસદ ભવન પર કબજો કર્યો છે.

ઇરાકમાં હવે શ્રીલંકા જેવા વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ બુધવારે બગદાદમાં સંસદ ભવન પર હુમલો કર્યો. મોટાભાગના પ્રદર્શનકારીઓ ઇરાકી શિયા નેતા મુકતદા અલ-સદરના સમર્થક છે. પ્રદર્શનકારીઓ ઈરાન સમર્થિત પક્ષ દ્વારા વડાપ્રધાન માટે ભૂતપૂર્વ મંત્રી અને ભૂતપૂર્વ પ્રાંતીય ગવર્નર મોહમ્મદ શિયા અલ-સુદાનીની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યા છે.

ADVERTISEMENT

વડાપ્રધાન મુસ્તફા અલ-કાધિમીએ પ્રદર્શનકારીઓને તાત્કાલિક ગ્રીન ઝોન છોડવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે સુરક્ષા દળોએ રાજ્યની સંસ્થાઓ અને વિદેશી મિશનની સુરક્ષા વ્યવસ્થાને કોઈ નુકસાન થતું અટકાવવું જોઈએ. મૌલવી અલ-સદરના જૂથે ઇરાકની ઓક્ટોબર 2021ની ચૂંટણીમાં 73 બેઠકો જીતી હતી, જે તેને 329 બેઠકોની સંસદમાં સૌથી મોટો જૂથ બનાવે છે. પરંતુ મતદાનથી, નવી સરકાર બનાવવાની વાટાઘાટો અટકી ગઈ છે અને અલ-સદર રાજકીય પ્રક્રિયામાંથી હટી ગયા છે. ત્યારથી ઇરાકમાં વિરોધ ચાલી રહ્યો છે. પરંતુ હવે આ પ્રદર્શનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને મામલો દેશની રાજધાની અને સંસદ સુધી પહોંચી ગયો છે.

ઈરાન સમર્થિત રાજકીય પક્ષોએ તેમના ગઠબંધન કોઓર્ડિનેશન ફ્રેમવર્ક બ્લોક વતી વડાપ્રધાન પદ માટે મોહમ્મદ અલ-સુદાનીનું નામાંકન કર્યું છે. આ પાર્ટીઓ શિયા મુસ્લિમોની છે. બગદાદના ગ્રીન ઝોનમાં પ્રદર્શનકારીઓએ ‘સુડાની, બહાર જાઓ’ ના નારા પણ લગાવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT