Ira-Nupur Wedding Live: પરિવારના નજીકના લોકો વચ્ચે આમિરની પુત્રીના સાદાઇથી લગ્ન સંપન્ન
મુંબઇ : આમિર ખાનની પુત્રી આયરા ખાને પોતાના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે આજે લગ્ન ગ્રંથીથી જોડાઇ છે. આ લગ્ન હાલ તમામ માધ્યમોમાં ચર્ચાનો વિષય બની…
ADVERTISEMENT
મુંબઇ : આમિર ખાનની પુત્રી આયરા ખાને પોતાના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે આજે લગ્ન ગ્રંથીથી જોડાઇ છે. આ લગ્ન હાલ તમામ માધ્યમોમાં ચર્ચાનો વિષય બની છે. હાલ લગ્નની તસ્વીરો અને વીડિયો સોશિયલ મીડિયા પરત તરી રહ્યા છે. આમિરની પુત્રી ઇરાખાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખર સાથે લગ્ન ગ્રંથીથી જોડાઇ. જેમાં અનેક દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી.
Aamir Khan's daughter Ira Khan and Nupur Shikhare's registered marriage pic.twitter.com/QKIj5AkCDu
— BollyHungama (@Bollyhungama) January 3, 2024
આમિર ખાનનો જમાઇ ઘોડીના બદલે શોર્ટ્સમાં લગ્નના વરઘોડામાં આવ્યો હતો. પહેલા વરરાજા નગારા પર બેસીને ખુબ જ નાચ્યો હતો. ત્યાર બાદ તે દુલ્હનને લેવા માટે લગ્ન સ્થળે પહોંચ્યો હતો. કદાચ આ પહેલીવાર હશે જ્યારે કોઇ વરરાજા શોર્ટ્સ પહેરીને પહોંચ્યો હોય. ઇરાખાન પણ પોતાના મિત્રો અને પરિવાર સાથે જોવા મળી હતી. બંન્નેના લગ્નના અનેક વીડિયો અને તસ્વીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. લોકો પણ અવનવી કોમેન્ટ કરી રહ્યા છે.
ADVERTISEMENT
Aamir Khan welcomes Mukesh Ambani and Nita Ambani at daughter Ira's wedding 💍💒 pic.twitter.com/hQfnLRX4xf
— BollyHungama (@Bollyhungama) January 3, 2024
જો કે આ લગ્નમાં આમિર ખાનનો લુક પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આમિર ખાન ખુબ જ સામાન્ય ધોતી અને જભ્ભામાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેમણે સાફો પહેર્યો હતો.જો કે આયરા બ્રાઇડલ આઉટફિટમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. હાલ તો આ લગ્નના વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT