IPL 2023 નું શેડ્યૂલ જાહેર: 31 માર્ચથી IPL નો પ્રારંભ, પ્રથમ મેચમાં ચેન્નાઈ-ગુજરાત ટકરાશે
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ ની 16મી સિઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ શુક્રવારે માહિતી આપી હતી કે પ્રથમ મેચ…
ADVERTISEMENT
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ ની 16મી સિઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ શુક્રવારે માહિતી આપી હતી કે પ્રથમ મેચ 31 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. હાર્દિક પંડ્યા પ્રથમ જ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીના પડકારનો સામનો કરશે. ફાઈનલ મેચ 28 મેના રોજ રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ અને ફાઈનલ બંને મેચો યોજાશે.
52 દિવસમાં 10 ટીમો વચ્ચે 70 લીગ મેચો રમાશે. ત્યાર બાદ ચાર પ્લેઓફ મેચો રમાશે. આ રીતે ટૂર્નામેન્ટમાં કુલ 74 મેચો રમાશે. 18 ડબલ હેડર મેચ હશે. એટલેકે એક દિવસમાં બે મેચ રમાશે. તમામ મેચો દેશભરમાં કુલ 12 મેદાનો પર રમાશે. લીગ રાઉન્ડમાં એક ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર સાત મેચ અને વિરોધી ટીમના મેદાન પર સાત મેચ રમશે. ગત વખતે ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. IPL 2023 સિઝનની શરૂઆતની મેચ અમદાવાદમાં રમાશે.
IPL 2019 પછી પ્રથમ વખત તમામ ટીમોના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. ટૂર્નામેન્ટ 2020 માં યુએઈમાં કોરોના વાયરસને કારણે યોજવામાં આવી હતી. 2021 માં ભારતમાં કેટલાક મેદાનો પર મેચો રમાઈ હતી, પરંતુ કોરોનાને કારણે, તેને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી હતી અને UAEમાં પૂર્ણ કરવામાં આવી હતી. 2022 માં ટુર્નામેન્ટ સંપૂર્ણપણે ભારતમાં રમાઈ હતી.
ADVERTISEMENT
📁 #TATAIPL 2023
👇
📂 Schedule
👇
📂 Save The DatesGear up to cheer for your favourite teams 🥁 👏 pic.twitter.com/za4J3b3qzc
— IndianPremierLeague (@IPL) February 17, 2023
ગ્રૂપ એઃ મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ
ગ્રૂપ બીઃ ચેન્નાઈ સુપરકિંગ્સ, પંજાબ કિંગ્સ,સનરાઈઝર્સ હૈદરબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, ગુજરાત ટાઈટન્સ
ADVERTISEMENT
IPL 2023 ની પ્રથમ 5 મેચ
ચેન્નાઈ સુપર કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સ, માર્ચ 31
પંજાબ કિંગ્સ વિ કોલકાતા નાઇટ રાઇડર્સ, 1 એપ્રિલ
લખનૌ સુપર જાયન્ટ્સ વિ દિલ્હી કેપિટલ્સ, 1 એપ્રિલ
સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રાજસ્થાન રોયલ્સ, 2 એપ્રિલ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ મુંબઇ ઇન્ડિયન્સ, 2 એપ્રિલ
ADVERTISEMENT
આ ગ્રાઉંડ પર રમાશે મેચ:
IPL 2023 કુલ 12 સ્થળો પર રમાશે. આ વખતે ગુવાહાટી, ધર્મશાળામાં પણ IPL મેચો યોજવાની તક મળી રહી છે. આ વખતે મેચો અમદાવાદ, મોહાલી, લખનૌ, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, કોલકાતા, જયપુર, મુંબઈ, ગુવાહાટી, ધર્મશાળાના સ્ટેડિયમમાં રમાશે.
ADVERTISEMENT