IPL 2023 RRvsSRH: રાજસ્થાન રોયલ્સની 72 રનથી જીત, હૈદરાબાદનો ધબડકો
નવી દિલ્હી : આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જેમાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલા…
ADVERTISEMENT
નવી દિલ્હી : આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જેમાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે. જેના હેઠળ પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી રાજસ્થાન રોયલ્સે આક્રમક પ્રદર્શન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, એકવાર આઇપીએલનો ખિતાબ જીતી ચુકેલી આ ટીમ આક્રમક પ્રદર્શન કરી રહી છે. સંજુ સેમસનની આગેવાનીમાં રોયલ્સે ગત્ત સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગત્ત સીઝનમાં ટીમ રનર અપ રહી હતી. રાજસ્થાન ટીમના સ્પિનર યજુવેન્દ્ર ચહલે સૌથી વધારે વિકેટ ઝડપીને પર્પલ કેપ અને બેટ્સમેન જોસ બટલરે સૌથી વધારે રન બનાવીને ઓરેન્જ કેપ પણ પોતાને નામ કરી હતી.
રાજસ્થાન રોયલ્સે આઇપીએલ 2023 માં પોતાના અભિયાનની ધમાકેદાર શરૂઆત કરી છે. રવિવારે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં રાજસ્થાને સનરાઇઝર્સ હૈદરાબાદને 72 રનથી પરાજિત કર્યું હતું. 204 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે ઉતરેલી હૈદરાબાદની ટીમ આઠ વિકેટે 131 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન ટીમ માટે સંજૂ સેમસને 55 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જ્યારે યશસ્વી જયસ્વાલ અને જોસ બલટરે 54-54 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. સનરાઇઝર્સ બાદ ટી.નટરાજન અને ફજલહક ફારુકીને 2-2 વિકેટ ઝડપી હતી.
રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધીમાં 1 વખત ખિતાબ જીત્યો છે. આ ટીમ આઇપીએલની પહેલા એટલે કે 2008 સિઝનમાં ચેમ્પિયન બની હતી. જ્યારે હૈદરાબાદની ટીમ બે વખત ખિતાબ જીતી ચુકી છે. 2009 માં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદની ટીમ ચેમ્પિયન બની હતી. પછી 2016 માં સનરાઇઝર્સ હૈદરાબાદના નામે ખિતાબ જીત્યો હતો.
ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 72 રનથી હરાવી દીધા હતા. 204 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઇઝર્સની ટીમ આઠ વિકેટે 131 રન જ બનાવી સકી હતી. સનરાઇઝર્સ બાદ સૌથી વધારે રન અબ્દુલ સમદે બનાવ્યા હતા. સમદને 32 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ મયંક અગ્રવાલે 27 અને ઉમરાન મલિકે અણનમ 19 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સની તરફથી ટ્રેટે 2, યજુવેન્દ્ર ચહલે 4 વિકેટ ઝડપી હતી.
રાજસ્થાન રોયલ્સે ઝડપથી સ્કોર બનાવ્યો
રાજસ્થાન રોયલ્સને 85 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ફજલહક ફારુકીએ જોસ બટલરને ક્લીન બોલ્ડ કર્યો હતો. બટલરે મેચમાં 20 બોલની તોફાની અડધી સદી ફટકારી હતી. તેણે 22 રનમાં જ તોફાની 54 રન ફટકાર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ વિરુદ્ધ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે આવેલી ટીમે ખુબ જ ઝડપી શરૂઆત કરી હતી. ઓપનિંગમાં આવેલા યશસ્વી જયસ્વાલ 16 રન અને જોસ બટલે શાનદાર શરૂઆત કરી હતી. રાજસ્થાનની ટીમે 2 ઓવરમાં જ 20 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
.@SunRisers & @rajasthanroyals and the match officials observe silence to pay respects to the late Salim Durani. pic.twitter.com/alTAAhauoK
— IndianPremierLeague (@IPL) April 2, 2023
ADVERTISEMENT
સિક્સના બાદશાહ સલીમ દુર્રાનીને શ્રદ્ધાંજલી
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ માટે રવિવારે સવારે એખ દુખદ સમાચાર આવ્યા હતા. ભારતીય ટીમના પુર્વ દિગ્ગજ ક્રિકેટર સલીમ દુર્રાનીનું 88 વર્ષની વયે નિધન થઇ ગયું છે. તેમણે ગુજરાતના જામનગર ખાતે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ કેન્સરથી પીડિત હતા. IPL માં પણ આજે મેચ ચાલુ થાય તે પહેલા તેમને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
ADVERTISEMENT