WhatsApp બાદ ઈન્સ્ટાગ્રામ સર્વિસ ડાઉન, મેટાને 24 કલાકમાં બીજો મોટો ફટકો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: મેટાનું ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ગુરુવારે બપોરે અચાનક બંધ થઈ ગયું. મળતી માહિતી મુજબ, આ આઉટેજની અસર દુનિયાભરમાં હાજર યુઝર્સ પર જોવા મળી રહી છે. આ પહેલા બુધવારે મોડી રાત્રે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પણ અચાનક ડાઉન થઈ ગયું હતું. આ કારણે યુઝર્સ ન તો મેસેજ મોકલી શકતા હતા કે ન તો મેસેજ રિવાઇઝ કરી શકતા હતા.

કેટલાક યુઝર્સે ટ્વિટર પર આ સમસ્યા વિશે જાણકારી આપી હતી. આ પછી #instagramdown ટ્રેન્ડ સામે આવ્યો. ઘણા લોકોએ આ હેશટેગનો ઉપયોગ કરીને કહ્યું કે તેમનું ઇન્સ્ટાગ્રામ કામ કરતું નથી. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉન ડિટેક્ટરે ઈન્સ્ટાગ્રામ ડાઉન વિશે માહિતી શેર કરી છે. ઘણા યુઝર્સે ત્યાં જાણ કરી છે. બપોરે દોઢ વાગ્યાની આસપાસ આ આઉટેજ શરૂ થયો હતો. આ પછી, રિપોર્ટ્સનો ગ્રાફ ઝડપથી વધ્યો.

લોગઇન થવામાં પ્રોબ્લેમ
સમગ્ર ભારતમાંથી લોકોએ ડાઉન ડિટેક્ટર પર આના અહેવાલો નોંધ્યા છે. આ દરમિયાન એપ યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય 36 ટકા લોકોને સર્વર કનેક્શન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 22 ટકા લોકોએ જણાવ્યું કે તેમને લોગિન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

ADVERTISEMENT

20 દિવસમાં બીજી વખત ડાઉન થયું
આ પહેલા 11 જુલાઈના રોજ મેટાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સર્વર અચાનક ડાઉન થઈ ગયાની માહિતી સામે આવી હતી. હવે 20 દિવસમાં બીજી વખત ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની માહિતી શેર કરવામાં આવી છે. WhatsApp ડાઉનની સમસ્યા ભારતીય સમય અનુસાર લગભગ 1.33 વાગ્યે શરૂ થઈ હતી. આ ડાઉનના કારણે મોબાઈલ એપ અને વોટ્સએપ વેબ બંનેની સર્વિસ ડાઉન રહી હતી. યુઝર્સ મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી શકતા નથી.

    follow whatsapp

    ADVERTISEMENT