કેવા પથ્થર દિલનો બાપ હશે! 20 દિવસની ફૂલ જેવી બાળકી સાથે કર્યું આવું, જાણીને કહેશો ઘોર કળિયુગ આવી ગયો

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • ઈન્દોરમાં કળયુગી બાપની કરતૂત જાણી હચમચી જશો
  • બેગમાં નાખીને બાળકીને ઝાડીમાં ફેંકી આવ્યો પિતા  
  • ભારતીયો હજુ પણ દીકરી સામે દીકરાની ઇચ્છા કેમ વધારે રાખે છે?
મધ્યપ્રદેશના ઈન્દોરથી હચમચાવી નાખે એવો બનાવ સામે આવ્યો છે. જેમાં એક નિષ્ઠુર બાપે દીકરાની ઈચ્છામાં પોતાની 20 દિવસની બાળકને ઝાંડીમાં ફેંકી દીધી છે. હાલ ઈન્દોર પોલીસે પિતાની અટકાયત કરી છે. પોલીસ હવે કળયુગી પિતાનું કાઉન્સેલિંગ કરી રહી છે.

20 દિવસ પહેલા પત્નીએ આપ્યો હતો દીકરીને જન્મ

હીરા નગર પોલીસ સ્ટેશનના પ્રભારી પીએલ શર્માએ જણાવ્યું કે, રોહિત યાદવ (ઉં.વ 30) નામનો વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટર છે. રોહિત યાદવને 2 વર્ષની દીકરી છે અને બીજીવાર પત્ની ગર્ભવતી થયા બાદ તેને દીકરાની અપેક્ષા હતી. લગભગ 20 દિવસ પહેલા તેની પત્નીએ બીજી દીકરીને જન્મ આપ્યો હતો.

દીકરીને ઝાડીઓમાં ફેંકી આવ્યો પિતા

ગુરુવારે નવજાત બાળકીને ઘરમાં માતાએ નવડાવીને અને કાજલ લગાવી પલંગ પર સુવડાવી દીધી. આ પછી માતા ઘરના અન્ય કામો કરવા લાગી. આ દરમિયાન પિતા રોહિત યાદવે તેની દીકરીને બેગમાં ભરીને ઈન્દોર-ઉજ્જૈન રોડ પર બનેલી જેલની નજીકની ઝાડીઓમાં ફેંકી આવ્યો.

માતા પહોંચી પોલીસ સ્ટેશન

નવજાત બાળકી ઘરમાં ન મળતા માતા એટલે કે રોહિતની પત્ની ગભરાઈ ગઈ હતી અને સીધી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. માતાને લાગ્યું કે તેની દીકરીને કોઈ જાનવર ઉપાડી ગયું છે. જેથી તાત્કાલિક પોલીસની ટીમે નવજાત બાળકીની શોધખોળ હાથ ધરી.

પોલીસની પૂછપરછમાં કબૂલ્યું

પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો રોહિત યાદવ એક બેગ લઈને જતો જોવ મળ્યો હતો. આ દરમિયાન પોલીસને બેગમાં એક શાલ જોવ મઓળી હતી, જે બાળકીને ઓઢાડવામાં આવી હતી. જે બાદ પોલીસે રોહિતની પૂછપરછ કરી ત્યારે તેના ખિસ્સામાંથી એક મોજુ મળી આવ્યું હતું. પોલીસે આકરી પૂછપરછ કરતા રોહિતે પોપટની જેમ  સમગ્ર હકીકત જણાવી હતી.

જોરજોરથી રડી હતી બાળકી

જે બાદ પોલીસ તાત્કાલિક જ્યાં બાળકીને ફેંકી દીધી હતી, ત્યાં પહોંચી. આ દરમિયાન બાળકી પોકમૂકીને રડી રહી હતી. એ તો સારું છે કે કોઈ જાનવર ત્યાં પહોંચ્યું નહોંતું. નહીંતર બાળકી જીવતી ન મળી આવેત. હાલ પોલીસે બાળકીને પરિવારને સોંપી દીધી છે. તો પિતા રોહિત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT