ભારત પર હવે ઇન્ડોનેશિયન ગ્રુપ કરશે હુમલો? કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા
નવી દિલ્હી : ભારત પર એક મોટો સાયબર હુમલાના એંધાણ જોવા મળી રહ્યા છે. ગૃહમંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે તમામ રાજ્યો માટે એલર્ટની જાહેરાત…
ADVERTISEMENT
નવી દિલ્હી : ભારત પર એક મોટો સાયબર હુમલાના એંધાણ જોવા મળી રહ્યા છે. ગૃહમંત્રાલયના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરે તમામ રાજ્યો માટે એલર્ટની જાહેરાત કરી દીધી છે. આ અંગે રાજ્યોને એલર્ટ કરતા ગૃહમંત્રાલયે જણાવ્યું કે, ઇન્ડોનેશિયાનું એક સાયબર એટેક જુથ ભારતમાં 12,000 સરકારી વેબસાઇટ્સને કથિત રીતે નિશાન બનાવી રહ્યું છે. ચેતવણીમાં સંબંધિત સરકારી અધિકારીઓએ નિવારક પગલા લેવા માટેની વિનંતી કરતા વખતે જણાવવામાં આવ્યું કે,રાજ્ય અને કેન્દ્ર સરકારની વેબસાઇટ્સને સંભવિત રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એક મોટા રેન્સમવેર હુમલાએ ઓલ ઇન્ડિયા ઇન્સિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની કેટલીક પ્રણાલીઓને પાંગળી બનાવી હતી. જેના પગલે કેન્દ્રીય રેકોર્ડ્સ અને અન્ય હોસ્પિટલ સેવાઓની અનેક વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. લગભગ બે-ત્રણ દિવસ સુધી આ તમામ સેવાઓ ઠપ્પ રહી હતી. ઓવરઓલ ભારત સરકારે 2022 માં ભારત સરકારની અલગ અલગ કુલ 19 વેબસાઇટ પર રેનસમવેર એટેક અધિકારીક રીતે નોંધાયા હતા.
I4C દ્વારા અપાયેલા એલર્ટમાં જણાવવામાં આવ્યું કે, ઇન્ડોનેશિયાનું હેકિંગ ગ્રુપ hacktivist દવારા આ હેકિંગની ઘટનાને અંજામ આપવામાં આવે છે. જેમાં DoS અને DDoS પદ્ધતી હોય છે. હુમલામાં અલગ અલગ કોમ્પ્યુટરોમાંથી એક સાથે મોકલવામાં આવેલા ડેટાની સાથે એક કોમ્પ્યુટર નેટવર્કને જાણી બુઝીને પેરેલાઇઝ કરી દેવામાં આવે છે. જેના કારણે સમગ્ર સિસ્ટમમાં અંધાધુંધી સર્જાય છે અને એક તબક્કે સિસ્ટમ ક્રેશ થઇ જાય છે. આ ગ્રુપ દ્વારા જે વેબસાઇટને ટાર્ગેટ કરવાના છે તેની યાદી પણ બહાર પાડવામાં આવી છે. જેમાં મોટા ભાગની વેબસાઇટ રાજ્ય અને કેન્દ્ર સરકારની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT