ગલવાન હિંસા બાદ ભારત-ચીન સંબંધ અસહજ, મામલો હજી પણ લાંબો ચાલી શકે છે: જયશંકર

ADVERTISEMENT

India-China Relation
India-China Relation
social share
google news

નવી દિલ્હી : જયશંકરે કહ્યું કે, તમને માહિતી છે કે, ચીનની સાથે સંબંધોની ખાસીયત એ છે કે તેઓ ક્યારેય પણ નથી કહેતા કે તે તેવું શા માટે કરે છે. એટલા માટે તમે ઘણીવાર તેની માહિતી મેળવવાના પ્રયાસો કરતા રહે છે અને હંમેશા કંઇક અસ્પષ્ટતા રહે છે.

વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, 2020 માં ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ બાદ ભારત અને ચીન વચ્ચે સંબંધો સામાન્ય નથી અને સંભવત આ મામલો અપેક્ષા કરતા વધારે લાંબો ખેંચાઇ શકે છે. વિદેશમંત્રી એસ.જયશંકરે ભારપુર્વક કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પોતાના સૈનિકો એકત્ર કરવા માટે ચીન દ્વારા અપાયેલું કોઇ પણ સ્પષ્ટીકરણ વાસ્તવમાં તર્કસંગત નથી. ભારત સતત કહી રહ્યું છે કે, પૂર્વી લદ્દાખ સીમા પર સ્થિતિ સામાન્ય નથી અને એલએસી પર શાંતિ અને સૌહાર્દ બંન્ને દેશના દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા માટે મહત્વના છે.

વિદેશ સંબંધ એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જો વિશ્વના બે સૌથી મોટા દેશો વચ્ચે આ હદ સુધીનો તણાવ છે તો તેની અસર દરેક પર પડશે. 2009 થી 2013 સુધી ચીનમાં ભારતના રાજદુત રહેલા જયશંકરે કહ્યું કે, તમને ખબર જ છે, ચીનની સાથે સંબંધોની ખાસિયત છે કે તેઓ તમને ક્યારે પણ જાણ નથી કરતા કે આવું કરવા પાછળનું કારણ શું છે. જેથી તમે વારંવાર તેની માહિતી મેળવવાના પ્રયાસો કરતા રહો છો કે તમે હંમેશા કંઇક અસ્પષ્ટતા રહે છે. જયશંકરે કહ્યું કે, ચીની પક્ષે અલગ અળગ સમય પર અલગ અલગ સ્પષ્ટીકરણ આપ્યા પરંતુ તેમાંથી કોઇ પણ વાસ્તવમાં માન્ય નથી. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પૂર્વી લદ્દાખના કેટલાક સ્થળો પર ગત્ત ત્ણ વર્ષથી ગતિરોધ બનેલો છે જ્યારે અનેક દૌરની રાજદ્વારી અને સૈન્ય સ્તરની વાર્તા બાદ અનેક સ્થળોથી સૈનિકો પાછળ હટ્યા છે.

ADVERTISEMENT

વિદેશમંત્રીએ કહ્યું કે, એવા દેશની સાથે સામાન્ય રહેવું ખુબ જ આકરુ છે જેણે સમજુતી તોડી દો. એટલા માટે જો તમે ગત્ત ત્રણ વર્ષોને જુઓ તો આ સામાન્ય સ્થિતિ નથી. તેણણે કહ્યું કે, સંપર્ક બાધિત થઇ ગયો છે. યાત્રા નથી થઇ રહી અમારી વચ્ચે નિશ્ચિત રીતે સૈન્ય તણાવ ખુબ જ ઉંચા સ્તરનો છે. તેમાં ભારતમાં ચીન પ્રત્યે ધારણા પર પણ અસર પડી છે. જયશંકરે કહ્યું કે, 1962 ના યુદ્ધના કારણે 1960 અને 70 ના દશકમાં ધારણા સકારાત્મક નથી રહી પરંતુ જ્યારે અમે તેને પાછળ છોડવાનું શરૂ કર્યું ત્યારે આ થયું. જયશંકરે કહ્યું કે, એટલા માટે મને લાગે છે કે ત્યાં એક તાત્કાલીક મુદ્દો છે અને પ્રતીત થાય છે કે આ મામલે અપેક્ષા કરતા વધારે લાંબો ખેંચાતો જઇ રહ્યો છે.

વિદેશમંત્રીએ દિલ્હી અને બીજિંગ વચ્ચે સંબંધો અંગે એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને રેખાંકિત કર્યું અને કહ્યું કે, આ ક્યારે પણ સરળ નથી રહ્યું. તેમણે કહ્યું કે, 1962 માં યુદ્ધ થયું હતું. ત્યાર બાદ સૈન્ય ઘટનાઓ થઇ. પરંતુ 1975 બાદ સીમા પર ક્યારે પણ લડાઇમાં કોઇ હતાહત નહોતા થયા, 1975 આખરી વખત હતું. તેમણે કહ્યું કે, 1988 માં ભારતના સંબંધોને વધારે સામાન્ય કર્યા જ્યારે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી ચીન ગયા. જયશંકરે જણાવ્યું કે, 1993 અને 1996 માં ભારતે સીમા પર સ્થિરતા માટે ચીન સાથે બે સમજુતી કરી જે વિવાદિત છે. તેમણે કહ્યું કે, તે મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આ વાત પર સંમતી સધાઇ ન તો ભારત અને ન તો ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પર સેના એકત્ર કરશે અને જો કોઇ પણ એક નિશ્ચિત સંખ્યા કરતા વધારે સૈનિક લાવે છે તો બીજા પક્ષને માહિતગાર કરશે. મંત્રીએ કહ્યું કે, તો જે પ્રકારે તેને પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, તે બિલકુલ સ્પષ્ટ હતું.

ADVERTISEMENT

જયશંકરે કહ્યું કે, ત્યાર બાદ અનેક સમજુતી થઇ અને આ એક ખુબ જ અનોખી સ્થિતિ હતી જેમાં સીમા ક્ષેત્રમાં બંન્ને તરફના સૈનિકો પોતાના નિર્ધારિત સૈન્ય મથકોથી બહાર નિકળતા પોતાનું પેટ્રોલિંગ કરતા અને પોતાના સ્થળો પર પરત આવતા હતા. તેમણે કહ્યું કે, જો તેમની વચ્ચે અનેક ટક્કર થાય તો આચરણ અંગેના નિયમો પણ ખુબ સ્પષ્ટ હતા. આગ્નેયાસ્ત્રનો ઉપયોગ પ્રતિબંધિત હતો. તો 2020 સુધી વાસ્તવમાં એવું જ હતું. 2020 માં જ્યારે ભારત પોતાના કડક કોવિડ 19 લોકડાઉનના સમયમાંથી પસાર થઇ રહ્યુંહ તું ત્યારે આપણે જોયું ખુબ જ મોટી સંખ્યામાં સૈનિકો વાસ્તવિક નિયંત્રણ રેખા તરફ મોકલવામાં આવ્યા.

ADVERTISEMENT

આ બધા વચ્ચે અમે પણ અમારી ઉપસ્થિતિ ત્યાં વધારી અને જવાબી કાર્યવાહીની તૈયારી કરી. પછી અમારી સામે એવી સ્થિતિ હતી જ્યાં સ્વાભાવિક રીતે ચિંતિત હતા કારણ કે બંન્ને દેશોના સૈનિકો હવે ખુબ જ નજીક આવી ગયા હતા. અમે ચીનીઓનેચેતવણી આપી કે એવી સ્થિતિ સમસ્યાઓ પેદા કરી શકે છે અને ફરી જુન 2020 ના મધ્યમાં એવું જ થયું. પછી ઘર્ષણ થયું અને અમારા 20 સૈનિકો શહીદ થયા. તેમણે દાવો કર્યો કે અમારા 4 સૈનિકો જ શહીદ થયા. ફરી એકવાર સમગ્ર વિશ્વ કંઇ સમજી ન શકવાની સ્થિતિમાં હતું. જયશંકરે કહ્યું કે, અલગ અલગ સ્પષ્ટતા અપાઇ પરંતુ કોઇ પણ સ્પષ્ટતા નહોતી.

    follow whatsapp

    ADVERTISEMENT