અમેરિકામાં ભીડ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 લોકોનાં મોત 27 ઘાયલ

ADVERTISEMENT

Firing in America
Firing in America
social share
google news

વોશિંગ્ટન : અમેરિકાના શિકાગોમાં ફાયરિંગમાં 27 લોકોને ગોળી વાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઘટનામાં 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. જો કે હજી સુધી કોઇ આરોપીની ધરપકડ અંગે કોઇ માહિતી નથી. આ ગોળીબારમાં શિકાગોના દક્ષિણમાં વિલોબ્રુકમાં બની હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

અમેરિકાના શિકાગોમાં થયેલા ગોળીબારમાં 27 લોકોને ગોળી વાગી હતી. તત્કાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. જો કે ઘાયલો પૈકી 5 લોકોની સ્થિતિ ગંભીર છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ હાલ સીસીટીવી સહિતની બાબતોની તપાસ ચાલી રહી છે.

શિકાગોના દક્ષિણમાં વિલોબ્રુક થયો હતો. ટ્રાઇ સ્ટેટ ફાયર પ્રોટેક્શન ડિસ્ટ્રીક્ટ સાથે બટાલિયન ચીફ જો ઓસ્ટ્રેન્ડરે જણાવ્યું કે, ગોળીબારમાં આશરે 27 લોકો ઘાયલ થયા છે. ગોળીબાર લગભગ 12 થી 12.30 ની આસપાસ લેન નંબર 83 પર થયો હતો. સાક્ષીએ જણાવ્યું કે, જૂનટીથના તહેવારો માટે પાર્કિંગ માટે થયેલી બબાલમાં ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT