અમૃતસરમાં ગેંગ્સ્ટર પર અંધાધુંધ ફાયરિંગ, એટલી ગોળીઓ મારી કે શરીર ચારણી જેવું થઇ ગયું
અમૃતસર : પંજાબના અમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે. અમૃતસરના સાથિયાલા ગામમાં ગોપી ઘનશ્યામ પુરયા જુથ સાથે જોડાયેલી ગેંગના સભ્યોએ જરનૈલ…
ADVERTISEMENT
અમૃતસર : પંજાબના અમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી છે. અમૃતસરના સાથિયાલા ગામમાં ગોપી ઘનશ્યામ પુરયા જુથ સાથે જોડાયેલી ગેંગના સભ્યોએ જરનૈલ સિંહ પર અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં ગેંગસ્ટરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અજાણ્યા શખ્સો સ્વિફ્ટ કારમાં આવ્યા હતા. જરનૈલ સિંહની હત્યા કર્યા બાદ તમામ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. જો કે ભરબજારમાં અંધાધુંધ ફાયરિંગથી ભારે નાસભાગ મચી ગઇ હતી. લોકો દહેશતના માહોલમાં જોવા મળી રહ્યા છે.
અમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારીને હત્યાના સમાચારથી હડકંપ મચ્યો છે. મળતી માહિતી અનુસાર ઘટના સમયે જરનૈલસિંહ પોતાના ગામડે જઇ રહ્યો હતો. જો કે અચાનક તેના પર તાબડતોબ ફાયરિંગ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. સીસીટીવી સહિતના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે પોલીસ યુદ્ધના ધોરણે તપાસ ચલાવી રહી છે. ઉપરાંત શહેરમાં પણ નાકાબંધી કરી દેવામાં આવી છે. આ ઘટનાના સીસીટીવી પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.
ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, 4 માસ્ક પહેરેલા હુમલાખોરો સ્વિફ્ટ ગાડીમાં આવે છે. જરનૈલ સિંહ પર ધડાધડ ફાયર કરે છે. જેનાથી બચવા માટે જરનૈલ એક દુકાનમાં ભાગીને ઘુસી જાય છે.જો કે હુમલાખોરો તેની પાછળ દુકાનમાં ઘુસે છે. જ્યાં સુધી જરનૈલસિંહ મરી ન જાય ત્યાં સુધી તેના પર ફાયરિંગ કરે છે. ધડાધડ ગોળીઓ મારીને તેનું શરીર ચારણી કરી નાખે છે. જરનૈલ સિંહનું ઘટના સ્થળે જ મોત તઇ જાય છે. હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. પોલીસનો દાવો છેકે ટુંક જ સમયમાંતમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT