કર હર મેદાન ફતેહ, ત્રિકોણીય સિરીઝમાં ભારતનો વિજયી પ્રારંભ, મહિલા ટીમનો દબદબો યથાવત

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ભારત, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચેની ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી દીધી છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 27 રને હરાવી શ્રેણીમાં વિજયી શરૂઆત કરી દીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે છ વિકેટે 147 રન બનાવ્યા હતા. યસ્તિકા ભાટિયા 35, દીપ્તિ શર્મા 33 અને અમનજોત કૌરે 41 રન બનાવ્યા હતા. 148 રનને ચેઝ કરતા દક્ષિણ આફ્રિકા 9 વિકેટે 120 રન જ કરી શક્યું અને 27 રનથી મેચ હારી ગયું હતું. દીપ્તિ શર્માએ ત્રણ અને દેવિકા વૈદ્યએ બે વિકેટ લીધી હતી.

હવે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે બે અને દક્ષિણ આફ્રિકા સામે એક મેચ રમવાની છે. આ પછી શ્રેણીની અંતિમ મેચ રમાશે.

દીપ્તિ અને અમનજોતે ભારતીય ઈનિંગને સંભાળી
ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. પ્રથમ વિકેટ 14 રનના સ્કોર પર પડી ગઈ હતી. કેપ્ટન સ્મૃતિ મંધાના સાત રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ પછી હરલીન દેઓલ આઠ રન અને દેવિકા વૈદ્ય નવ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જેમિમા રોડ્રિગ્સ ખાતું પણ ખોલાવી શકી ન હતી. યસ્તિકા પણ 35 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતની અડધી ટીમ 69 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ હતી.

ADVERTISEMENT

આ પછી દીપ્તિ શર્માએ અમનજોત સાથે મળીને ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી. દીપ્તિ 33 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી અને અમનજોત 41 રન બનાવીને અણનમ રહી હતી. બંનેએ છ વિકેટે ભારતના સ્કોરને 147 સુધી પહોંચાડ્યો હતો.

આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર

ADVERTISEMENT

દક્ષિણ આફ્રિકા તરફથી મ્લાબાએ બે વિકેટ ઝડપી હતી. કેપ, ખાકા અને ટકરને એક-એક વિકેટ મળી હતી.

ADVERTISEMENT

148 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. લૌરા વોલ્ડવર્ટ છ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ સમયે ટીમનો સ્કોર માત્ર નવ રન હતો. આ પછી બોશ બે રન બનાવીને આઉટ થયો હતો. 27 રનના સ્કોર પર ટીમની બે વિકેટ પડી ગઈ હતી. મેરિજેન કેપ 22 અને સુકાની સુને લુસ 29 રનની ઇનિંગે આફ્રિકન ટીમને સંભાળી હતી, પરંતુ બંને દસ રનના અંતરે આઉટ થઈ ગયા હતા. ડેલ્મી ટકર પોતાનું ખાતું પણ ખોલાવી શકી ન હતી.

આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ

ચોલ ટ્રાયનના 26 અને નાડિનના 16 રને દક્ષિણ આફ્રિકાને મેચમાં લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના પ્રયત્નો પૂરતા ન હતા. અંતમાં સિનાલો જાફતાએ 11 રન બનાવ્યા અને ટીમના સ્કોરને 120 રન સુધી પહોંચાડ્યો, પરંતુ તે જીતવા માટે પૂરતો નહોતો. અંતે દક્ષિણ આફ્રિકાને 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT