Gujarat માં ભારતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ADVERTISEMENT

porbandar
porbandar
social share
google news

અમદાવાદ : ડ્રગ્સના સ્વર્ગ સમાન ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડ તથા ગુજરાત ATS ના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો ભારતના ઇતિહાસનો સૌથી મોટો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. સંયુક્ત ઓપરેશનમાં અલગ અલગ પ્રકારનો 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે.

ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત મોટા જ્થ્થામાં ડ્રગ્સ ઝડપાયું છે. Gujarat ATS, Indian Navy અને Coast Guard ના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં એજન્સીને સફળતા મળી છે. પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલોથી વધારેનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે. ડ્રગ્સના જથ્થા સાથે 5 ખલાસીઓને પણ ઝડપી લેવાયા છે.

બોટ તેમજ પાંચેય ખલાસીઓ પાકિસ્તાની

દુશ્મન દેશમાંથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં NCB સહિતની એજન્સીઓને મોળી સફળતા મળી છે. ચોક્કસ માહિતીના આધારે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો, ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ હતું. ડ્રગ્સની સાથે ઝ઼ડપાયેલા પાંચેય ખલાસીઓ પાકિસ્તાનના હોવાનું અને બોટ પણ ઇરાની અથવા તો પાકિસ્તાની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

સેટેલાઇટ ફોન સહિતની અન્ય સામગ્રી કબ્જે કરાઇ 

ખલાસીઓ પાસેથી સેટેલાઇટ ફોન અને અન્ય ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે. ખલાસી પાકિસ્તાનના કયા વિસ્તારના છે અને તે વિસ્તૃત તપાસ બાદ જ સામે આવશે. આ સમગ્ર ઓપરેશન સોમવારે મોડી રાત્રે પાર પાડવામાં આવ્યું હતું. 

ત્રણ અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ 

ડ્રગ્સનો જે જ્થ્થો ઝડપાયો છે તેમાં ત્રણ અલગ-અલગ પ્રકારના ડ્રગ્સ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. હજુ સુધી ઝડપાયેલા ડ્રગ્સની કિંમતનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી પરંતુ માનવામાં આવે છે કે ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 20 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે હોઇ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT